ડ્રગ્સ કનેક્શન માં નામ આવવા પર દિયા મિર્ઝા એ જતાવી નારાજગી, કહ્યુ – ‘બદનામ કરવાની કોશિશ, ક્યારેય નહીં લીધા ડ્રગ્સ’

0

સુશાંતસિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની તપાસ ચાલી રહી છે. આ કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ બોલિવૂડના ઘણા મોટા નામ બહાર આવ્યા છે. દીપિકા પાદુકોણ, નમ્રતા શિરોડકર, શ્રદ્ધા કપૂર પછી દિયા મિર્ઝા નુ નામ પણ સામે આવ્યુ છે. અહેવાલો અનુસાર એનસીબી દિયા મિર્ઝાની પૂછપરછ કરી શકે છે. મીડિયા માં તેનુ નામ સામે આવ્યા બાદ દિયા મિર્ઝાએ નિવેદન જારી કરીને નારાજગી વ્યક્ત કરી છે.

Drug Links Are False And Baseless: Dia Mirza On Bollywood Drug Controversy - MetroSaga  - Untitled design 9 2

દિયા મિર્ઝાએ એક પછી એક ત્રણ ટ્વીટ કરીને કહ્યુ કે આ તેને બદનામ કરવાનુ ષડયંત્ર છે. તેમણે આ અહેવાલોને સંપૂર્ણપણે નકારી દીધા. દીયા કહે છે કે તેનાથી તેની કારકીર્દિ બરબાદ થઈ શકે છે જેને તેણે ઘણા વર્ષોની મહેનત પછી બનાવી છે.

દિયાએ લખ્યું કે ‘મારા વિશેના પાયા વગરના સમાચારોને હું સંપૂર્ણપણે નકારું છું. મારી ઈમેજ ને દૂષિત કરવાનો આ પ્રયાસ છે.

બીજા ટ્વીટમાં દિયાએ લખ્યુ છે કે, ‘આવા નિમ્ન સ્તરના અહેવાલની અસર મારી પ્રતિષ્ઠા પર પડે છે અને તે મારી કારકીર્દિ ને નુકસાન પહોંચાડે છે જે મેં વર્ષોની સખત મહેનત કરી ને બનાવી છે.’

પોતાની ત્રીજી ટ્વિટ માં દિયા મિર્ઝાએ લખ્યુ કે, ‘મેં મારા જીવનમાં કોઈ પણ પ્રકાર ના ડ્રગ્સ અથવા તેવા અન્ય પદાર્થોનો ઉપયોગ કર્યો નથી. હું આ બાબતમાં કાનૂની ઉપાય કરીશ. મારી સાથે ઉભા રહેવા બદલ મારા સમર્થકોનો આભાર.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here