શું હાર્લી-ડેવિડસને ભારતીય ડીલરોને ‘ચીટ’ કર્યા ? FADA નો સનસનાટીભર્યો દાવો

0

ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન્સ (એફએડીએ) દ્વારા આશ્ચર્યજનક દાવો કરવામાં આવ્યો છે. ફાડાએ અહેવાલ આપ્યો છે કે હાર્લી-ડેવિડસને ભારતમાં તેના તમામ ડીલરોને અંધારામાં રાખ્યા છે. ફાડાના જણાવ્યા મુજબ, કંપનીએ ભારતમાં ઉત્પાદન અને વેચાણ બંધ કરવા તેની કોઈપણ ડીલરશીપને જાણ નહતી કરી. જણાવી દઈએ કે ગુરુવારે, હાર્લી-ડેવિડસને અચાનક જાહેરાત કરી ઓટો સેક્ટર ને આશ્ચર્ય માં મૂક્યા છે. કંપનીએ ભારતમાં તેનુ વેચાણ અને ઉત્પાદન બંને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

FADA ના અધ્યક્ષ વિંકેશ ગુલાટી એ કહ્યુ,
“હાર્લી-ડેવિડસન ઇન્ડિયા ના કર્મચારીઓ અને ભારત માં
હાર્લી-ડેવિડસન ની 33 ડિલરશીપ માટે આ સમાચાર
આશ્ચર્યજનક રૂપ થી સામે આવ્યા” તેમણે આગળ જણાવ્યુકે
ભારત માં હાર્લી-ડેવિડસન ના ડિલરો ને કોઈ જાણકારી
આપવામાં નતી આવી, જેમણે બ્રાન્ડ માં રોકાણ કર્યુ હતુ.

Harley-Davidson: Harley books $75 million in fresh restructuring costs,  exits India operations, Auto News, ET Auto  - 78296069

ઓછા વેચાણને કારણે નિર્ણય લેવાયો

સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, કંપનીને પુનર્ગઠન માટે 75 મિલિયન ડોલર ની જરૂર છે, જેના કારણે કંપનીએ તેનું ઉત્પાદન અને વેચાણ બંધ કરી દીધું છે. એક અહેવાલ મુજબ, હાર્લીએ ભારતમાં તેના કુલ વેચાણ ના માત્ર 5% જ વેચાણ કર્યું છે. ખરેખર, કંપની દ્વારા થોડા સમય પહેલા તેના સંકેત આપવામાં આવ્યા હતા.

હાર્લી ડેવિડસને ગયા નાણાકીય વર્ષમાં ભારતમાં 2,500 થી ઓછા એકમોનું વેચાણ કર્યુ હતુ. એવુ માનવામાં આવે છે કે કંપનીના આ નિર્ણયનું એક મોટુ કારણ કોરોના વાયરસ મહામારી પણ છે, જેના કારણે ભારતમાં તેની કામગીરીને ભારે નુકસાન થયું છે.

ખત્મ થયો 10 વર્ષ નો સફર

આ નિર્ણય હાર્લીએ એવા સમયે લીધો જ્યારે કંપનીએ ભારતમાં 10 વર્ષ પૂરા કર્યા હતા. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાર્લી-ડેવિડસન ભારતીય બજારમાં કામગીરી બંધ કરી શકે છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે ભારતીય બજારમાં ઓછા વેચાણ અને ભવિષ્યમાં તેની બાઇકની ઓછી માંગને ધ્યાનમાં રાખીને કંપની ભારતમાં તેના એસેમ્બલી ઓપરેશન્સ બંધ કરવા નુ વિચારી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here