દિલ્લીમાં થયો ડીઝલના ભાવમાં 8 રૂપિયા અને 36 પૈસાનો ઘટાડો, જાણો ભાવ ઘટાડા પાછળ આ છે કારણ

0

દિલ્લીના મુખ્યમંત્રી અંરવિંદ કેજરીવાલએ આજે દિલ્લીની આર્થિક સ્થિતિને પાછી પટરી પર લાવવા માટે આજે એક બેઠક કરી હતી, જેના પછી તેમણે નિર્ણય કર્યો કે ડીઝલમાં લગાડવામાં આવતો વેટમાં 30% જેટલો ઘટાડો કરવામાં આવશે. એમને કહ્યું કે દિલ્લીની બે કરોડ જનતાએ તેમની સમજદારી અને સતર્કતાથી કોરોના સામે જીત મેળવવી છે. અને હવે સમય છે દિલ્લીની અર્થવ્યવસ્થાને પાછી પટરી પર લઈ આવવાનો.

- 79p8pn5 arvind kejriwal 295x200 06 June 20

કેજરીવાલે આગળ જણાવ્યુ કે ‘ દિલ્લીમાં ઘણા ધંધા-ઉધોગ બંધ છે, ઘણા લોકો બેરોજગાર બની ગયા છે. પણ હવે દિલ્લીની અર્થવ્યવસ્થા ફરી સરખી કરવાનો સમય આવી ગયો છે.

કેજરીવાલે ડીઝલના ભાવમાં લાગેલ વેટપર 30% ઘટાડો કરીને 8.36 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે. જે ડીઝલનો ભાવ 82 રૂપિયા હતો એ હવે 76 રૂપિયા થઈ ગયો છે. ડીઝલનો ભાવ ઘટવાથી લોકોને બજેટમાં રાહત મળશે. અને લોકોને ઉદ્યોગ-ધંધામાં પુશ મળશે. અને અર્થવ્યવસ્થા ફરી પટરી પર ધીમે ધીમે આવવા લાગશે.

- 77233574 300x225

કેજરીવાલેએ જ્યારે પોર્ટલ શરૂ કર્યો ત્યારબાદ એને ઘણી સકારત્મ્ક પક્રિયા પર ઘણી વાતચીત કરી. એમને કહ્યું કે એમને એક પોર્ટલ શરૂ કર્યું છે જજેના દ્વારા લોકોને રોજગાર વિશે જાણકારી મળશે. જે કામ આપવા માંગે છે અને જે કામ મેળવવા માંગે છે એ આના દ્વારા એકબીજાનો સંપર્ક કરી શકશે. અત્યાર સુધી 7577કંપનીઓ એ આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

- arvind kejriwal 4f94699a c95e 11e9 80e5 a7e5951f3eba 300x169

કુલ 2 લાખ 4 હજાર 785 નોકરી રજીસ્ટર થઈ છે. અને 3 લાખ 22 હજાર 865 લોકોએ નોકરી માટે અપ્લાઇ કર્યું છે. એક ટીવી ચેનલમાં દેખાડાઇ ગઈ રિપોર્ટ અનુસાર એક ફેક્ટરીના માલિકે કહ્યું હતું તેને 35 લોકો જોઈતા હતા કામ માટે, અને આ પોર્ટલ્મા નોકરી મતેને પોસ્ટ મૂકી ત્યાર બાદ તેને 200 જેટલા ફોને આવી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here