તમને ખબર છે પ્રેમ શું છે?, ના ખબર હોય તો “પ્રેમ પૂજા”નું ટ્રેલર રિલિઝ થઈ ગયું છે તે જોઈ લ્યો

0

ક્રિસ્ટલ કલર્સ ઇવેંટ્સ અને આસ્થા પ્રોડકશન દ્વારા બનાવવામાં આવેલી પ્રેમ પૂજા વેબસિરીઝનું ટ્રેલર ક્રિસ્ટલ કલર્સ ઇવેંટસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લોન્ચ થઈ ગયું છે.

ટ્રેલર જોતાં લાગે છે કે આ વખતે ગુજરાતી ઈન્ડસ્ટ્રીને એક અલગ જ પ્રકારની કહાની જોવા મળશે. આ વેબસિરીઝની અંદર મુખ્ય ભૂમિકામાં બિજલ જોશી અને મૌલિક નાયક જોવા મળશે. જ્યારે તેમની સાથે સહ-કલાકાર તરીકે ટીકટોક સ્ટાર વિશાલ પારેખ અને મૌલિકા પટેલ જોવા મળશે.

વેબસિરીઝનું ટ્રેલર જોતાં લાગી રહ્યું છે કે એક નવી વાત છે, એક છોકરો, છોકરી અને બીજી એક છોકરી, અને ત્રણેય વચ્ચે ચાલી રહેલી પ્રેમ પૂજા એક બ્રેકઅપ સ્ટોરી છે. અને જેમાં પ્રેમનો હાર્દ શું તે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવા અણસાર આવી રહ્યા છે.

 

આ વેબસિરીઝને હિરેન દોશી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. જેમણે આ અગાઉ પોપ્યુલર વેબસિરીઝ “બસ ચા સુધી”ને પણ ડિરેક્ટ કરી હતી. જ્યારે વેબસિરીઝમાં રાહુલ રમેશ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. અને દિપ્તી ચૌહાણ, જિગર ચૌહાણે આ વેબસિરીઝને પ્રોડ્યુસ કરી છે.

આ પણ વાંચો -  કોરોના એટેક : સુરતમાં કોરોનાથી અન્ય એક ફ્રન્ટ ફાઇટર ડોક્ટરનું મોત

પ્રેમ પૂજાને ગુજરાતી વેબસિરીઝની દુનિયાના જાણીતા લેખક સંદીપ દવે દ્વારા લખવામાં આવી છે. પ્રેમ પૂજાનો પહેલો એપિસોડ 18મી જુલાઇના રોજ ક્રિસ્ટલ કલર્સની ઓફિશ્યલ ચેનલ પર રિલિઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here