ગુજરાતમાં ગણેશ મહોત્સવ- સુરતમાં સુકામેવાના ગણપતિ તો અમદાવાદમાં ચોકલેટ,આદું અને તુલસીનો મોદક

0

આખી દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે  એવામાં આપણે ગુજરાતીઓ ક્યારેય તહેવાર ઉજવવામાં પાછળ પડતાં નથી. ગણેશ ચતુર્થીના આ ખાસ અવસર પર આખા ગુજરાતમાં લોકો હર્ષોઉલ્લાસ થી ઘરમાં બેઠા બેઠા આ તહેવાર ઉજવી રહ્યા છે.

ફક્ત એટલું જ નહીં કોરોનાથી બચવા માટે તહેવારમાં પણ ઇમ્યુનિટી વધે એવા વિચાર સાથે અલગ અલગ રીતે લોકોની મદદ કરી રહ્યા છે. સુરતના ડોક્ટર અદિતિ મિતલએ સુકામેવા માંથી ગણેશજી ની મુર્તિ  તૈયાર કરી છે. એ સુકામેવાની મુર્તિને હોસ્પીટલમાં રાખવામા આવી છે અને ગનપટીજીની પુજા કર્યા બાદ કોરોના દર્દીઓને એ સુકામેવાનો પ્રસાદ આપવામાં આવશે. જેથી એમની ઇમ્યુનિટિમાં થાય વધારો.

જ્યાં એક બાજુ કોરોના દર્દીને સુકામેવાના ગણપતિના દર્શન બાદ પ્રસાદ રૂપે ઇમ્યુનિટી વધારતા સુકામેવા મળ્યા, ત્યાં જ અમદાવાદમા રહેતી શિલ્પા એ બનાવ્યો ચોકલેટ, આદું અને તુલસી યુક્ત મોદક. ગણેશ મહોત્સવ દરમિયાન  પહેલા જ દિવસે એમને 11 કિલોનો મોદક બનાવીને ગણપતિ મંદિરમાં આપ્યો છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા એમને ચોકલેટ સાથે આદું અને તુલસીનો પણ ઉપયોગ કરી આ મોદક બનાવ્યો છે. ચોકલેટ મોદક હોવાને કારણને બાળકનો ખાવો ગમે અને સાથે જ તેમની ઇમ્યુનિટી પણ વધારે છે.

- orig modak 1598061999

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here