ડ્રગ્સ મામલો : દીપિકા એનસીબી ઓફિસ પહોંચી, સારા-શ્રાદ્ધની પણ આજે પુછપરછ કરવામાં આવશે

0

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યુ ત્યારથી ઘણી મોટી હસ્તીઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ના રડાર પર છે. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ જેવા કલાકારો નુ ડ્રગ્સના કેસમાં નામ આવ્યુ છે. ત્યારબાદ, એનસીબીએ તેની તપાસ ઝડપી કરી દીધી છે. આ સંબંધમાં શુક્રવારે રકુલપ્રીતની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે ડ્રગ્સ લેવાનો ઇનકાર કર્યો હતો પરંતુ રિયા સાથે ડ્રગ્સની ચેટ સ્વીકારે છે. અભિનેત્રીએ કહ્યુ હતુ કે ડ્રગ્સ તેના ઘરે હતા પરંતુ રિયા એ રાખવ્યા હતા. આ સાથે જ દીપિકાના મેનેજર કરિશ્મા પ્રકાશની પણ પૂછપરછ કરવામાં આવી છે. આજે એનસીબી સારા-શ્રદ્ધા અને દીપિકાની પૂછપરછ કરશે.

દીપિકા સાથે પૂછપરછ શરૂ થઈ
દીપિકા પાદુકોણે ની એનસીબી ઓફિસમાં પૂછપરછ શરૂ થઇ છે. એનસીબીની પાંચ સભ્યોની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે દીપિકા અને તેના મેનેજર કરિશ્મા પ્રકાશને સામ-સામે બેસાડી ને પૂછપરછ કરવામાં આવી શકે છે.

દીપિકા પાદુકોણ એનસીબી ઓફિસ પહોંચી
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની એસઆઈટી ઓફિસ પહોંચી ગઈ છે. તેમને ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવાઈ છે.

દીપિકા પાદુકોણ ની 10 વાગ્યે પુછપરછ શરૂ કરવામાં આવી
એનસીબીએ આજે સવારે 10 વાગ્યે દીપિકા પાદુકોણને પૂછપરછ માટે બોલાવી છે. તાજેતરમાં જ દીપિકા અને કરિશ્માની ડ્રગ્સ ચેટ વાયરલ થઈ હતી. ચેટમાં દીપિકા ડ્રગ્સ વિશે વાત કરતી હતી.

દીપિકા અને કરિશ્માને સામ-સામે બેસાડી ને પૂછપરછ કરવામાં આવશે

શુક્રવારે એનસીબીએ દીપિકાના મેનેજર કરિશ્માની પૂછપરછ કરી. એવુ માનવામાં આવે છે કે બ્યુરો દીપિકા અને કરિશ્માની સામ-સામે પૂછપરછ કરી શકે છે.

સારા અને શ્રદ્ધા સવારે 10.30 કલાકે એનસીબી ઓફિસ પહોંચી

એનસીબીએ આજે ​​સવારે 10.30 વાગ્યે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે બોલાવ્યા છે. ડ્રગ્સના મામલે બંનેની પૂછપરછ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here