ડ્રગ્સ કેસ: સિરસા ની ફરિયાદ પર મોટુ એક્શન, કરણ જોહર, દીપિકા જેવા સિતારાઓ વિરુદ્ધ NCB કરશે તપાસ

0

શિરોમણિ અકાલી દળ (SAD) ના વિધાયક મનજિંદર સિંહ સિરસા ની ફરિયાદ પર એક્શન લેતા, NCB મુખ્યાલયે મુંબઇ NCB ને બૉલીવુડ ની અમુક મોટી હસ્તીઓ ની તપાસ કરવાના આદેશ આપ્યા છે. સિરસા એ કરણ જોહર, દીપિકા પાદુકોણ, વિક્કી કૌશલ સહિત સ્ટાર વિરુદ્ધ ‘ડ્રગ્સ પાર્ટી’ કરવાનો આરોપ લગાવ્યો હતો.

સિરસા એ મંગળવારે NCB ના પ્રમુખ રાકેશ અસ્થાના ની મુલાકાત લીધી હતી. તેમણે કરણ જોહર, દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરુણ ધવન, વિક્કી કૌશલ અને અન્ય વિરુદ્ધ NDPS એકટ 1985 હેઠળ ફરિયાદ કરી છે. તેમના પર 2019 માં કથિત ડ્રગ્સ પાર્ટી ના આયોજન કરવાનો આરોપ લગાવ્યો છે.

Sushant Singh Rajput, Who? Twitter reminds how Alia Bhatt responded to  actor's name  - sushant karan johar alia bhatt

સુશાંત સિંહ રાજપૂત કેસ માં ડ્રગ એંગલ આવ્યા બાદ, બૉલીવુડ ડ્રગ્સ યુઝ નો મુદ્દો સામે આવ્યો હતો અને અભિનેત્રી કંગના રનૌત એ દાવો કર્યો હતો કે ‘ઇન્ડસ્ટ્રી ના 99 ટકા સ્ટાર્સ ડ્રગ્સ લે છે’. હવે NCB ની મુંબઇ યુનિટ સિરસા ની ફરિયાદ ની પણ તપાસ કરશે.

આ પણ વાંચો -  જો બીજી લોકડાઉન લાદવામાં આવે તો શું થશે, બધા પ્રશ્નો અને તેમના જવાબો શીખો.

મુંબઇ પોલીસ પર સિરસા નો મોટો આરોપ

સિરસા એ કહ્યુ, “મેં આજથી એક વર્ષ પહેલા ઓગસ્ટ 2019 ના ડ્રગ્સ પાર્ટી વિશે મુંબઇ પોલીસ કમિશનર ને તપાસ કરવા કહ્યુ હતુ. જ્યારે એક વિધાયક ડ્રગ્સ કેસ ની તપાસ કરવા માટે કહે અને પોલીસ તેમાં ધ્યાન ન આપે તો તેના બે કારણ હોઈ શકે છે. એક જે આ ડ્રગ્સ કેસ છે તે નોર્મલ કેસ છે. તેના પર કોઈ ચર્ચા ની જરૂર નથી. બીજુ એ કે બધા મળેલા છે. આ બે કારણ જ હોઈ શકે છે કે તમે આટલા ગંભીર આરોપો પર કોઈ કાર્યવાહી ન કરો. મેં વારંવાર તેને યાદ કરાવ્યુ. પરંતુ કાંઈ ન થયુ. ત્યારબાદ મેં 15 સપ્ટેમ્બર ના NCB ચીફ ને તેની ફરિયાદ કરી.”

Video of Karan Johar's old party goes viral after drug link comes to light  in Sushant Singh Rajput's case | Celebrities News – India TV  - drugkaran 1598505018

મુંબઇ પોલીસે તપાસ કેમ ન કરી? તપાસ ન કરવા પાછળ નુ કારણ મુંબઇ પોલીસ જ કહી શકે. જો આ મામલે તપાસ થઈ હોત તો આજે સુશાંત સિંહ આજે આપણી વચ્ચે ઉપસ્થિત હોત.

આ પણ વાંચો -  વરસાદ અને બરફવર્ષાથી ઠંડી વધી: રાજસ્થાનના 12 શહેરોમાં વરસાદ, ભીલવાડામાં કરા પડ્યા; હિમાચલમાં બરફવર્ષાને કારણે 227 રસ્તા બંધ થયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here