ડ્રગ્સ કેસ : રિયા ચક્રવર્તીનો આજે ન્યાયિક કસ્ટડીનો અંતિમ દિવસ, રાહત મળવાની સંભાવના ઓછી…

0

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ માટે ધરપકડ કરાયેલી રિયા ચક્રવર્તી ની હાલ કોઈ મુશ્કેલીઓ ઓછી થતી હોય તેવુ લાગતુ નથી. રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી અને 18 અન્ય આરોપીઓ, ડ્રગ્સની ખરીદી માટે ધરપકડ કરવામાં આવી હતી, આજે તેમની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થઈ રહી છે.

અગાઉની સુનાવણીમાં, વિશેષ અદાલતે રિયા ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડીની અવધિ 6 ઓક્ટોબર સુધી વધારી હતી. એવું માનવામાં આવે છે કે રિયા ચક્રવર્તીની સમસ્યાઓ હજુ વધી શકે છે. એનસીબી રિયા ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડી અને બાકીના 18 આરોપીઓને વધુ 14 દિવસ માટે લંબાવી શકે છે.

આ સિવાય રિયા ચક્રવર્તી દ્વારા જામીન માટે દાખલ કરેલી અરજી અંગેનો નિર્ણય પણ આજે હાઇકોર્ટમાંથી આવી શકે છે. તે જ સમયે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી અને અન્ય 18 આરોપીઓની જામીન અરજીનો સખત વિરોધ દર્શાવતા કહ્યુ છે કે તેમની જામીન અરજી નામંજૂર થવી જોઈએ.

એનસીબીએ કહ્યુ કે સમાજ, ખાસ કરીને યુવાનોને એક મજબૂત સંદેશ આપવાની જરૂર છે કે તેઓએ ડ્રગનુ સેવન ટાળવુ જોઈએ. જો તેઓ કરે છે, તો તે જ પ્રક્રિયા તેમની સાથે અપનાવવામાં આવશે. જણાવી દઈએ કે 8 સપ્ટેમ્બરના રોજ, એનસીબીએ રિયા ચક્રવર્તીની અનેક રાઉન્ડની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.

જો રિયા ચક્રવર્તીને આ કેસમાં દોષી ઠેરવવામાં આવે તો તેને દસ વર્ષની સજા થઈ શકે છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબી ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી છે. આ તપાસમાં એનસીબીને ઘણા મહત્વની કડીઓ પણ મળી આવી છે, તેથી આજ સુધી એનસીબીએ 17 ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here