ડ્રગ્સ કનેક્શન : રિયાને જામીન મળ્યા, શોવિક ની જામીન અરજી નામંજૂર…

0

રિયા ચક્રવર્તીને 1 લાખના બોન્ડ પર જામીન મળી ગયા છે. રિયાએ પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. તે જ સમયે, રિયાને મુંબઈથી બહાર જવા માટે મંજૂરી લેવી પડશે. જ્યારે પણ રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવે ત્યારે તેણે હાજર રહેવુ પડશે.

ડ્રગ્સ કનેક્શન ને કારણે ઘણા દિવસોથી જેલમાં રહેલી બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે રિયાને સંપૂર્ણ જામીન આપી દીધા છે. તે જ સમયે, રિયાના ભાઈ શોવિકની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. કોર્ટે ડ્રગ પેડલર બાસિત પરિહાર ની પણ અરજી ફગાવી દીધી છે.

રિયાને મળ્યા શરતી જામીન

રિયા ચક્રવર્તીને 1 લાખના અંગત બોન્ડ પર જામીન મળી ગયા છે. રિયાએ પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. તે જ સમયે, રિયાને મુંબઈથી બહાર જવા માટે મંજૂરી લેવી પડશે. જ્યારે પણ રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવે તેણે હાજર રહેવુ પડશે.રિયા ની 8 સપ્ટેમ્બરના રોજ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રિયા પર સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સની ખરીદી કરવાનો આરોપ છે. રિયા અને તેના ભાઈએ ઘણા ડ્રગના વેપારીઓ સાથે ચેટ પણ કરી હતી.

સામે આવી હતી રિયાની ડ્રગ્સ ચેટ

11 સપ્ટેમ્બરે, વિશેષ એનડીપીએસ કોર્ટે આ પાંચની જામીન અરજી નામંજૂર કરી હતી. આ પછી, બધાએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી. 29 સપ્ટેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટે તમામની જામીન અરજી અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો.

રિયાએ લીધુ સારા-રકુલ નુ નામ

તેની ડ્રગ ચેટ સામે આવી ત્યારે રિયા પર એનસીબીની પકડ વધુ કડક થઈ ગઈ હતી. જો કે, અગાઉ આજ સુધી આપેલા ઇન્ટરવ્યુમાં રિયાએ કહ્યુ હતુ કે તે ક્યારેય ડ્રગ્સ લેતી નથી અને તે પરીક્ષણો કરાવવા તૈયાર છે. રિયા અને શોવિક સામે ગંભીર પુરાવા મળ્યા બાદ એનસીબીએ બંનેની ધરપકડ કરી હતી. એનસીબીની પૂછપરછમાં, રિયાએ ઘણા સેલેબ્સના ડ્રગ્સ કનેક્શન અને બોલિવૂડની ડ્રગ્સ પાર્ટી વિશે ખુલાસો કર્યો હતો. રિયાએ ડ્રગ્સના કેસમાં સારા અલી ખાન અને રકુલ પ્રીતના નામ લીધા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here