ઝારખંડ ના જમશેદપુર ના બે ભાઈઓએ એક રોબોટ ડિઝાઇન કર્યો છે જે 360 ડિગ્રી ફરી શકે છે અને ઘરેથી લઈને ઓફિસ સુધી સરળતાથી ઘણા કાર્યો કરે છે. આ રોબોટ કોવિડ કેર સેન્ટર, રેસ્ટોરાં જેવા સ્થળોએ તેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ રોબોટ તૈયાર કરવાની કિંમત 75 હજાર રૂપિયા આવી છે. આદિત્યપુરના બે ઇજનેરો રોહિત આનંદ અને સાકેત આનંદે શુક્રવારે તેનુ લોકાર્પણ કર્યુ હતુ. આ રોબોટ વાઇફાઇ સાથે પણ કામ કરશે. હાલમાં તેની ક્ષમતા 20 કિલો સુધી વજન ઉઠાવવાની છે. તેની ક્ષમતા વધારવાનુ કામ ચાલુ છે.
રોહિત અને સાકેત કહે છે કે તેમાં બે કેમેરા, ત્રણ-ચાર કલાક ચાલી શકે તેવી બેટરી, ત્રણ પ્રકારના નાના કેમેરા લગાવવામાં આવ્યા છે. તેને બનાવવા માટેનો માલ ચેન્નઈ અને મુંબઇ થી મંગાવવામાં આવ્યો હતો. અમે તેને ઓછા માં ઓછા ખર્ચ પર કેવી રીતે બનાવવો તેના પર પણ કામ કરી રહ્યા છીએ.
આ સિવાય યુવા ઇજનેર સાકેત આનંદ કહે છે કે અમે ઝડપી પ્રોટોટાઇપ લેબ બનાવવાની યોજના બનાવી છે. આ પ્રયોગશાળાની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ આઈડિયા થી લઈને અંતિમ ઉત્પાદનની તૈયારી સુધીનો સમય ઘટાડવાનો છે.
નવીનતા અને સંશોધન સંબંધિત તમામ સુવિધાઓ તેમની લેબમાં ઉપલબ્ધ થશે. યુવા ઇજનેર ભાઈઓ હવે આ અદ્યતન રોબો ઝારખંડ સરકારને બતાવવા માંગે છે અને સરકારને આ રોબોટ નિશુલ્ક રૂપે ભેટ આપવા માંગે છે. જેથી રોબોટ કોવિડ દર્દીઓની સારવાર કરવામાં મદદ કરી શકે.