ટીવી અને ફિલ્મ નિર્માતા ખૂબ પ્રચલિત અને જાણીતી એકતા કપૂરને તેના સૌથી વધુ ચર્ચિત ટીવી શો ‘નાગીન’ ના પાંચમા સિઝન માટે આજના નાગ પંચમીના દિવસે તેને તેની સિરિયલનો પણ નાગ મળી ગયો છે.


એકતા કપૂરની ચર્ચિત સિરિયલ નાગીનના પહેલા ચાર ભાગ લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા અને આજના નાગપંચમીના દિવસે એકતાને નાગીન સીરિયલની પાંચમી સિઝન માટે નાગ મળી ગયો છે. એકતાની આવનારી સિરિયાલનો આ ઈચ્છાધારી નાગને તમે પહેલા સસુરાલ સીમર કા અને કુંડળી ભાગ્ય જેવી સીરિયલમાં જોવા મળ્યો છે. જેનું નામ છે ધીરજ ધુપર ,જે હવે એકતાની સીરિયલમાં ઇચ્છાધારી નાગની ભૂમિકા ભજવશે.


ધીરજે આજે ખુદ જણાવ્યું કે એ આ શોનો હિસ્સો બનવા જઈ રહ્યા છે અને આ અનુભવ એમની માટે એકદમ નવો અનુભવ રહેશે. ધીરજે શો પ્રત્યેનો પોતાનો ઉત્સાહ જાતાવતા કહ્યું કે ,’આ શો એક બ્રાન્ડ બની ચુકી છે.એટલા માટે આ શો ની ઓફર મળતા જ મેં એને સ્વીકારવામાં જરા પણ સમય વ્યર્થ નહતો કર્યો.
આ શોમાં નગીનની ભૂમિકા ભજવલે દરેક એક્ટ્રેસનો હું ખૂબ મોટો પ્રશંસક છું અને આમાં જે વસ્તુ મને સૌથી વધુ પસંદ આવે છે એ છે આ શો માં થવાવાળું નૃત્ય. જો મને એ નૃત્ય કરવાનો મોકો મળશે તો એ મારી માટે મારુ એક સપનું પૂરું થવા જેટલી મોટી વાત હશે.’


સાથે જ ધીરજે કહ્યું કે ‘મારી પત્ની વીન્ની અરોડા મને આ રૂપમાં જોવા ખૂબ જ ઉત્સાહિત છે.’ ધીરજે જણાવ્યું કે આ અભિનય તેની માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો રહેવાનો છે એ હંમેશા એક સામાન્ય માણસની જેમ કિરદાર નિભાવતા પણ આ શોમાં તેને અલૌકીક શક્તિઓથી પ્રેરિત કિરદાર નિભાવો પડશે. સાથે જ આ શો માં vfx અને સ્પેશ્યલ ઇફેક્ટસ પર ઘણું કામ થાય છે. તેમ જ તેને નથી ખબર કે આ શોમાં તેની સાથે બીજા કયા લોકો કામ કરવાના છે અને તેના કિરદારમાં કેટલી મુશ્કેલીઓ હશે , એ વધુ શો ના નિર્માતાઓના હાથમાં હોય છે. એ તો બસ હવે શુટીંગ શરૂ થવાની રાહ જુએ છે.


એકતા કપૂર ચોથી સિઝનની શૂટિંગ પૂરી થવા પર જ તુરંત પાંચમી સિઝનની એનાઉસમેન્ટ કરી દીધી હતી. જો કોરોનાને કારણે લોકડાઉન ન આવ્યું હોય તો ચોથી સિઝન પૂરી થઈ ગઇ હોત. જાણકારી મળી છે કે ચોથી સિઝનના બચેલ એપિસોડ ઓગસ્ટ મહિનામાં પૂરા કરીને તુરંત પાંચમી સિઝનની શૂટિંગ શરૂ થશે.

