ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એ સોમવારે એક નિવેદનમાં કહ્યુ છે કે વિશ્વમાં દરેક 10 મી વ્યક્તિ કોરોના વાયરસથી ચેપી હોઈ શકે છે. જો તમને ડબ્લ્યુએચઓ ના આ દાવા પર વિશ્વાસ છે, તો આ સમયે વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા કોરોના પોઝિટિવ થયેલા કુલ દર્દીઓની સંખ્યા કરતા 20 ગણા વધારે હોઈ શકે છે.
આ સિવાય ડબ્લ્યુએચઓ એ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં કોરોના ની સ્થિતિ વધુ વણસી જશે. ડબ્લ્યુએચઓ ના ઇમરજન્સી પ્રોગ્રામ્સના વડા ડૉ. માઇકલ રિયાને કહ્યુ, ‘આ આંકડાઓ ગામડાઓ થી લઈને શહેર સુધી બદલાઇ શકે છે. વિવિધ વય જૂથો હોઈ શકે છે. પરંતુ તેનો સ્પષ્ટ અર્થ એ છે કે વિશ્વની મોટાભાગની વસ્તી આ જોખમમાં આવી છે.
કોરોના સંક્રમણ અંગે યોજાયેલ 34 સભ્યોની એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં તેમણે કહ્યુ હતુ કે “રોગચાળો ફેલાવો હજુ પણ ચાલુ છે.” જો કે, સંક્રમણ ને દબાવવા અને જીવન બચાવવા માટેની રીતો પણ ઉપલબ્ધ છે. ઘણા લોકોના જીવ બચાવી શકાયા છે.
ડો.રિયાને જણાવ્યુ હતુ કે દક્ષિણ-પૂર્વ એશિયામાં કોરોનો વાયરસને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. યુરોપ અને પશ્ચિમ ભૂ-મધ્ય-સમુદ્રમાં મૃત્યુ દર ખૂબ ઊંચા જોવા મળ્યા હતા. જ્યારે આફ્રિકા અને પશ્ચિમ પેસિફિક દેશોની પરિસ્થિતિ ઘણી વધુ સકારાત્મક હતી.
ડો.રિયાને કહ્યુ, ‘અમારો તાજેતરનો અંદાજ કહે છે કે વિશ્વના 10 ટકા લોકો કોરોના વરાયસ ની ચપેટ માં આવી ચુક્યા છે. એટલે કે, વિશ્વની લગભગ 760 કરોડ વસ્તીમાંથી, 76 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોઈ શકે છે. આ સંખ્યા ડબ્લ્યુએચઓ અને જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા દર્શવ્યા કરતા ઘણી વધારે હોઈ શકે છે.
ડબ્લ્યુએચઓ અને જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, વિશ્વમાં અત્યાર સુધીમાં ફક્ત 35 મિલિયન લોકો કોરોના પોઝિટિવ છે. નિષ્ણાતો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે કોરોના કેસની પુષ્ટિ થયેલ સંખ્યા વાસ્તવિક સંખ્યા કરતા ઘણી ઓછી હોઈ શકે છે. ડો.રાયને જણાવ્યુ હતુ કે વિશ્વના ઘણા ભાગોમાં હજુ પણ કોરોના વાયરસ ઉભરી રહ્યો છે.
સત્તાવાર આંકડા મુજબ, વિશ્વભરમાં કોરોનાના 37 મિલિયન કેસ નોંધાયા છે. તેમાંથી 1 મિલિયનથી વધુ લોકોના મોત નીપજ્યા છે. મોટાભાગના કેસો અમેરિકા અને ભારતમાં નોંધાયા છે. અમેરિકા અને ભારતમાં આ રોગચાળાને અનુક્રમે 76 લાખ અને 66 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.