રામ વિલાસ પાસવાનને આપવામાં આવી અંતિમ વિદાય, રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ…

0

બિહારના રાજકીય નેતા અને કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાન નુ ગુરુવારે સાંજે લાંબી બીમારી બાદ નિધન થયુ હતુ. 74 વર્ષીય પાસવાન છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. ગુરુવારે, તેમના પુત્ર અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને તેમના પિતાના નિધનની જાણ કરી. રાષ્ટ્રપતિથી લઈને વડા પ્રધાન સુધીના ઘણા દિગ્ગજોએ કેન્દ્રીય પ્રધાનના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. આજે તેમના પાર્થિવ દેહને એઈમ્સથી પટના લઈ જવામાં આવ્યો.

શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા રાષ્ટ્રપતિ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય પ્રધાન અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નેતા રામવિલાસ પાસવાનને તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.

શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા વડા પ્રધાન મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાન અને એલજેપી નેતા રામવિલાસ પાસવાનને તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેમણે એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન અને પરિવારના અન્ય સભ્યો સાથે પણ મુલાકાત કરી. એલજેપી નેતાનુ શનિવારે લાંબી બીમારી બાદ નિધન થયુ હતુ.

રામ વિલાસ પાસવાનનો પાર્થિવ દેહ 12 જનપથ ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાનો રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, ડો.હર્ષ વર્ધન અને અન્ય ઘણા દિગ્ગજ નેતાઓ અહીં હાજર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ વિલાસ પાસવાનના પાર્થિવ શરીર ના અંતિમ દર્શન માટે ઉપસ્થિત રહ્યા.

અડધો જુકાવ્યો ત્રિરંગો

રામવિલાસ પાસવાનના અવસાન બાદ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો અડધો જુકાવવા માં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here