અમદાવાદના કોવિડ-19 દર્દીઓના ઉપચાર માટેની એક ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં લાગી આગ. આજે સવારે લાગેલ આગમાં 8 દર્દીઓએ તેના જીવ ગુમાવ્યા. અમદાવાદના નવરંગપુરા એરિયામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી.


રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આજે લાગેલ આગથી હોસ્પિટલમાં રહેલ 40 જેટલા બીજા દર્દીઓને બચાવવામાં આવ્યા છે અને શહેરના બીજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


જો કે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. આગ લાગવાની ઘટના પર ઝાંચ કરવામાં આવશે અને ફોરેન્સિન્ક વિશેષજ્ઞોની મદદ પણ લેવામાં આવશે. હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે પૂછતાછ ચાલી રહી છે.


જો કે સામાન્ય ઝાંચમાં સામે આવ્યું છે કે આજે સવારે શોટ સર્કિટને કારણે હોસ્પિટલના ICU વિભાગમાં આગ લાગી હતી. આગને કારણે પાંચ પુરુષ અને ત્રણ મહિલાએ જીવ ગુમાવ્યો છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષથી પ્રત્યેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. અને આગમાં ઘાયક થયેલ દર્દીઓને 50,000 રૂપિયા આપવામાં આવશે.


સાથેજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગમાં જીવ ગુમાવેલ દર્દીઓના પરિવારને ચાર લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે અને સાથે જ ઘાયલ થયેલ દર્દીઓને 50,000 રૂપિયા આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગ લાગવાની ઘટના પર ઝાંચ માટે આદેશ આપ્યો છે. અને સાથે જ 3 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરાવવા માટે કહ્યું છે.