અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં (શ્રેય હોસ્પિટલ) આગ લાગવાના કારણે આઠ દર્દીઓનાં મોત બાદ વડોદરાની તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનાં માધ્યમોની તપાસ કરવામાં આવી રહી છે.
આ પ્રક્રિયા ગુજરાત સરકારના આદેશથી શરૂ કરવામાં આવી છે. રાજય સરકારે તમામ હોસ્પિટલોને ફાયર સેફ્ટી ઉપકરણોને સંપૂર્ણ રીતે જાળવવા જણાવ્યું છે.
વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે સરકારના આદેશ મુજબ ગુરુવારથી જ સયાજી હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરમાં ફાયર સેફ્ટીના માધ્યમોની તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગોત્રી કોરોના હોસ્પિટલ અને અન્ય ખાનગી કોવિડ હોસ્પિટલોમાં પણ તપાસ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે આગના કિસ્સામાં કેવી રીતે બચાવી શકાય તેના સંબંધમાં એક મોકડ્રીલ પણ હાથ ધરવામાં આવી હતી.
જામનગરમાં 14 નવા કોરોના દર્દીઓ
જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર્યરત મહિલા કોન્સ્ટેબલ અને શહેરમાં એક ડોક્ટર સહિત જિલ્લામાં 14 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. શહેરમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 715 થઈ ગઈ છે.