અંબાજીના ઇતિહાસમાં પહેલી વખત ઉજવાઇ દર્શનાર્થી વિનાની ભાદરવી પૂનમ, મંદિર લાગ્યું ભક્તો વિનાનું બિલકુલ ખાલી

0

અંબાજીના ઇતિહાસમાં પહેલી વખત ઉજવાઇ દર્શનાર્થી વિનાની ભાદરવી પૂનમ, મંદિર લાગ્યું ભક્તો વિનાનું બિલકુલ ખાલી

કોરોનાને ચાલતે ભાદરવી પૂનમનો અંબાજી ખાતે યોજાતો મેળો રદ કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ દર્શનાર્થીઑ માટે મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આજે ભાદરવી પૂનમ છે. કોરોના મહાસંકટથી મુક્તિ માટે અંબાજી મંદિરમાં સહસ્ત્રી ચંડી યજ્ઞ ચાલી રહ્યો છે. આજ સુધી એવું ક્યારેય નહીં બન્યું હોય કે ભાદરવી પૂનમ છે અને કોઈ ગુજરાતી અંબાજી મંદિરે દર્શન કરવા ન ગયું હોય પણ ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર અંબાજી ધામમાં ભાદરવી પૂનમ ઉજવાઈ રહી છે.

દરવર્ષે લગભગ 25 લાખથી પણ વધુ લોકો દર્શન કરવા માટે અંબાજી મંદિરમાં એકઠા થતાં હતા. પણ આ વર્ષે કોરોનાને કારણે તેના દર્શનાર્થીઓને અંબા મા ના દર્શન કરવાનો લાભ મળી શક્યો નથી.

- 607121 ambaji temple

અંબાજી મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશ બંધી હોવાથી માતાજીનાં દર્શન ઑનલાઈન કરી શકાય તેવી સુવિધા કરવામાં આવી છે. કોરોના મહામારીથી મુક્તિ મળે તે માટે મંદિરમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ ચાલી રહ્યો છે. આ સમયે દરવર્ષે અંબાજી મંદિરમા લોકો દૂર દૂરથી ચાલીને આવતા અને માતાજીના દર્શન કરતાં હતા. અને નવરાત્રિ દરમિયાન માતાજીને આમંત્રણ આપતા. લાખો પદયાત્રીઓ ચાલીને માતાજીના મંદિરે પહોંચતા હોય છે. પણ આ વખતે મેળાને કોરોનાનું ગ્રહણ લાગતા મેળો સરકાર દ્વારા બંધ કરી દેવાયો હતો. લોકોમાં સંક્ર્મણ ન ફેલાય તે માટે અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે 10 દિવસ બંધ રખાયું છે.  મંદિર 4 સપ્ટેમ્બર સુધી બંધ રહેવાનુ હતું પણ ભક્તોની લાગણીને ધ્યાનમા રાખીને મંદિર કાલે એટ્લે કે 3 સપ્ટેમ્બરના ખોલી દેવામા આવશે. મંદિરના પ્રસાદ અને ભોજનશાળા પણ મંદિર ખૂલવાની સાથે ફરી શરૂ કરી દેવાશે. ગઈકાલે યજ્ઞના પૂજારીઓ દ્વારા માતાજીને ધજા પણ ચઢાવી હતી.

આજે વહેલી સવારે 6 કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. જે માત્ર પૂજારી દ્વારા કરાઈ હતી. માત્ર સુરક્ષાકર્મીઓ અને મંદિરનો સ્ટાફ જ ઉપસ્થિત જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here