ઈતીહાસમાં પહેલી વખત એવું બનશે કે જગત મંદિરના દરવાજા જન્માષ્ટમી પર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ

0

ચાર ધામમાં નું એક ધામ કહેવાતું દ્વારકા જે શ્રી કૃષ્ણની કર્મ ભૂમિ પણ ગણવામાં આવે છે એ આ ક્રુષ્ણ જન્મ પર દર્શનાર્થીઓ માટે રહેવાનુ છે બંધ. કેટલાય સમયથી લોકો આ વિષે ચર્ચા કરી રહ્યા હતા કે કોરોના સંક્રમણને કારણે શું જગત મંદિર રહેશે બંધ?

 

- Dwarka1

ગઈ કાલે દ્વારકા જિલ્લાના ક્લેક્ટરે જાહેરનામું બહાર પાડી અને જણાવી દીધું છે કે આ જન્માષ્ટમીના દર્શનાર્થીઓ દ્વારકા જગતમંદિરમાં દર્શન કરવા માટે નહીં જઈ શકે. 10 ઓગસ્ટથી કરીને 13 ઓગસ્ટ સુધી દ્વારકાધીશનું મંદિર કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને બંધ કરવમાં આવશે.

- Gujrat feature optimized

છેલ્લા થોડા દિવસોમાં સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણએ ગતિ મેળવી છે એવામાં લોકો કોરના સંક્રમણથી બચી શકે એટલા માટે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આવનર તહેવારોમાં ચાર દિવસ સુધી જગતમંદિર દર્શનાર્થીઓ માટે ભલે બંધ રહેશે પણ મંદિરના પૂજારીઓ મંદિરમાં પ્રવેશી શકે છે અને ભગવાનની આરતી-પુજા કરી શકશે.

- 5ca JANMASHTMI 20 1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here