આસામ અને બિહારના પૂરને કારણે છે હાલ-બેહાલ આટલા લાખ લોકો થયા પ્રભાવિત, હજુ પડશે આ તારીખે અતિભારે વરસાદ

0

 

આસામ અને બિહારમાં આવેલ પૂરમાં ત્યાની સ્થિતિ ખૂબ જ ગંભીર બનાવી દીધી છે. વિશ્વાસ નહીં આવે પણ લગભગ 37લાખ લોકો આ પૂરને કારણે પ્રભાવિત થયા છે.  જાણકારી અનુસાર ફક્ત આસામના જ 33 જિલ્લામાં 27 લાખ જેટલા લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે.

- 863363 assam flood 300x171

બારપેટા, કોકરાજર અને મોરિગાંવ જેવા ગામોમાં પૂરને કારણે ઘણા લોકોના મૃત્યુની ઘટનાઓ પણ બહાર આવી છે. ભૂસ્ખલનને કારણે આ જ વર્ષમાં લગભગ 122 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ત્યાં સામે બિહારમાં પણ હાલત ખૂબ જ નાજુક છે. ત્યાં લગભગ 10 લાખ જેટલા લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે.  ગંડક નદીનો તટબંધ ત્રણ જગ્યા પરથી  તૂટી જવાને કારણે ઘણા ગામો પાણીમાં ડૂબી ગયા છે. પણ રાહતની વાત એ છે કે કોઈ પણ જાનહાનિની કોઈ ખબર નથી આવી.

- assamflood pti 4 300x225

અરુણાચલ માં પણ મુશળધાર વરસાદને કારણે ઘણા ગામડા સાથે સંપર્ક તૂટી ગયા છે અને પૂર જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ આસામમાં આવેલ પૂર વિશે ત્યના મુખી મંત્રી સર્બાનંદ સોનોવલ પાસે જાણકારી મેળવી અને એકજુટતા દર્શાવી.

- Untitled 300x162

એમને શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનથી આસામ, બિહાર અને ઉતરપ્રદેશના પૂર અને કોરોનાથી પ્રભાવિત લોકો માટે રેડ ક્રોસની રાહત સામગ્રી લઈ જતાં ટ્રકો મોકલ્યા હતા. ત્યાં જ મોસમ વિભાગે જણાવ્યુ કે ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉતર પ્રદેશ અને બિહારમાં 26 થી 28 જુલાઇ વચ્ચે તેમજ પંજાબ અને હરિયાણામાં 27થી 29 જુલાઇ વચ્ચે અતિભારે વરસાદ પડી શકે એવી સંભાવના છે.

- ap 492028132877 300x182

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here