દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ પ્રયોગો કરી રહી છે જેમાં ઘણા ખરા પ્રયોગો સફળ પણ નીવડી રહ્યા છે. તેમાથી એક પ્રયોગ એવો છે કે તેમાં વ્યક્તિનો અવાજ સાંભળીને ખબર પડી જશે કે તે વ્યક્તિ કોરોના સંકર્મિત છે કે નહીં. આવતી એક સપ્ટેમ્બરના મુંબઈના નેસ્કો કોવિડ સેન્ટરમાં અવાજની જાંચ એટ્લે કે વોઇસ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવે છે જેમાં માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે કે કોઈ વ્યક્તિ કોરોના પોજીટીવ છે કે નહીં.
મુંબઈના પશ્ચિમી ઉપનગરના ગોરેગાંવના નેસ્કો કોવિડ સેન્ટરની ડિન ડોકટર નીલમ અન્દ્રડેએ જણાવ્યુ કે અવાજથી કોરોનાની જાંચ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. અવાજથી કોરોના સંક્રમણની જાંચ કરવાવાળી વોઇસ બાયોમાર્ક્ર્સ મશીન નેસ્કો સેન્ટરમાં ઉપલબ્ધ થશે.
ડોક્ટર નિલમે જણાવ્યુ કે વોઇસ બાયોમાર્ક્સ મશીનથી કોવિડ સેન્ટરમાં આવવાવાળા સંકર્મીતોને કુલ ત્રણ વખત જાંચ થશે. અને એ કુલ ટેસ્ટ ત્રણ દિવસમાં માં એ ત્રણ ટેસ્ટ કરવામાં આવશે. એ કોવિડ સેન્ટરમાં કુલ 2 હજાર દર્દીઓના ઉપચારની સુવિધા હશે. જો કે ત્યાં અત્યારે 411 દર્દીઓનો ઉપચાર ચાલી રહ્યો છે.
કોરોનાની જાંચ સ્વૈબ ટેસ્ટિંગ, એંટીજ્ન ટેસ્ટ અને એંટીબોડી ટેસ્ટ કરે છે પણ વોઇસ ટેસ્ટિંગ દ્વારા વ્યક્તિના અવાજના ધ્વનિ તરંગોના માધ્યમથી કોરોના પોજીટીવ કે નેગેટિવની જાંચ કરવામાં આવશે. અમેરિકા અને ઈજરાઈલમાં આ વોઇસ ટેસ્ટિંગનો પ્રયોગ થઈ ચૂક્યો છે. જ્યારે કોઈ વ્યક્તિમાં કોરોના સંક્રમણના લક્ષણ દેખાઈ તો એમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અને એ વાત તેમના ફેફસા અને માંસપેશીઓને પ્રભાવિત કરી રહ્યા છે. અને માંસપેશીઓમાં આવેલ સોજાને કારણે દર્દીના અવાજમાં બદલાવ આવતો રહે છે. અને આ વોઇસ બોયોમેક્ર્સથી ખૂબ જ જલ્દી અને સામાન્ય રીતે ફક્ત 30 સેકન્ડની અંદર કોરોનાનો રિપોર્ટ આવી જશે.