ખુશખબર- આજે 640 રૂપિયા સસ્તું થયું સોનુ , ચાંદીમાં આટલા હજાર રૂપિયાની આવી ઘટ 

0
3d rendering of scattered fine gold bars
ખુશખબર- આજે 640 રૂપિયા સસ્તું થયું સોનુ , ચાંદીમાં આટલા હજાર રૂપિયાની આવી ઘટ
રિપોર્ટ અનુસાર કિંમતી ધાતુઓની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં લગાતાર ઘટાડો થતો જાય છે. આજની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સોનામાં ભાવમાં ઘટાડો આવી રહ્યો છે . આજે રાષ્ટ્રીય સ્તરે સોના ના ભાવમાં 640 રૂપિયાનો ઘટાડો આવ્યો છે અને તેનો ભાવ  54,269 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં 3,112 રૂપિયાનો ઘટાડો આવ્યો છે અને તેનો ભાવ 69,450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.
- 1 300x169
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 1,988 ડોલર પ્રતિ ઔન્સ છે.  આજે ડોલરના ઇન્ડેક્સમાં રિવકવરી આવી છે એટલે સોનાની કિંમતમાં પણ પ્રભાવ પડ્યો છે.
- Gold wallpaper 5 300x188
આજે કિંમતમાં ઘટાડો આવ્યો છે પણ ગઇ કાલે સોનાની કિંમત વધી હતી. ગઈકાલે 1,182 રૂપિયાના વધારા સાથે 54,856 રૂપિયા પ્રતિ ગ્રામ હતું. અને ચાંદીના ભાવમાં પણ વધારો થયો હતો. 1,587 રૂપિયા વધીને 72,547 રૂપિયા પ્રતિ કિલોગ્રામએ પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here