લાંબા સમય થી સલમાન ખાન ના નવા ફિલ્મ ની રાહ જોઈ રહ્યા તેના પ્રશંસકો માટે મોટી ખુશખબર છે. સલમાન અને કૈટરીના ફરી એક વખત મોટા પડદા પર ઉતરવાની તૈયારી શરૂ કરી ચુક્યા છે. વિશ્વસનીય સૂત્રો પાસે થી જાણવા મળ્યુ છે કે આ જોડી તેની આગલી ફિલ્મ ટાઇગર 3 માટે હા કહી ચુકી છે અને આ વખતે ટાઇગર સિરીઝ ની આ ફિલ્મ ના નિર્દેશક હશે યશરાજ ફિલ્મ્સ ના પોસ્ટર બોય નિર્દેશક મનીષ શર્મા.
સૂત્રો જણાવે છે કે, સલમાન ખાને ટાઇગર 3 ની કહાની સાંભળ્યા બાદ તેના માટે હા પાડી દીધી છે. તે ફિલ્મ માં કૈટરીના સાથે કામ કરશે અને આ વખતે આ ફિલ્મ પહેલા કરતા પણ વિશાળ સ્તર ની એક્શન ફિલ્મ થવા જઈ રહી છે. ફિલ્મ વિશે જાણવા મળ્યુ છે કે તેનુ શૂટિંગ આવતા મહિના ની શરૂઆત માં જ શરૂ થઈ જશે અને તેના માટે રિસર્ચ નુ કાર્ય અત્યારે જ શરૂ થઈ ચૂક્યુ છે.
સલમાન ખાન અને કૈટરીના ની હિટ જોડી એ પહેલા પણ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને હવે ટાઇગર 3 માં તેઓની એક સાથે આવા ના સમાચારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તહલકો મચાવી દીધો છે. યશરાજ ફિલ્મ્સ ના ટીમ લીડર આદિત્ય ચોપરા એ ફિલ્મ ટાઇગર 3 માટે કંપની ના સૌથી પસંદીદાર નિર્દેશક મનીષ શર્મા પર ભરોસો કર્યો છે. આદિત્ય ને લાગે છે કે તેઓ આ ફ્રેન્ચાઇઝી ને આગળ લાવવા માટે પૂર્ણ રીતે સમર્થ છે.
સલમાન ખાને પણ મનીષ ના નામ ને લીલી ઝંડી આપી છે. મનીષ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સિનેમા ને એક નવી દ્રષ્ટિ આપવા માટે જાણીતા છે અને સલમાન ખાન તેમજ આદિત્ય બંને ઇરછતા હતા કે આ ફિલ્મ ને મનીષ જ નિર્દેશિત કરે. સૂત્રો એ પણ જણાવે છે કે ટાઇગર 3 માટે આદિત્ય ની પહેલી અને અંતિમ પસંદ મનીષ જ રહ્યા. જાણવા એવુ પણ મળ્યુ કે આદિત્ય એ આ મેગા ફ્રેંચાઈજી ની દરેક ફિલ્મ નવા નવા નિર્દેશક સાથે બનાવશે.
ફિલ્મ ટાઈગર 3 નું એલાન યશરાજ ફિલ્મ્સની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાના જશ્ન પર કર્વમાં આવવાનું હતું. પણ કોરોના સંક્રમણને કારણે આ કાર્યક્ર્મ સ્થગિત થઈ ગયો છે. એટલા માટે જ આ ફિલ્મનુ એનાઉસ્મેન્ટ પણ સ્થગિત કરવામાં આવ્યું છે.