ભારત સરકારે ૫૯ ચાઈનીઝ એપ બંધ કરીને ચાઈના વિરુદ્ધ ડિજિટલ સ્ટ્રાઈક કરી છે – યુટ્યુબર પ્રિયંકા ચુડાસમા

0

જુનાગઢના યુટ્યુબર પ્રિયંકા ચુડાસમાએ દૈનિક ગુજરાત સાથે વાતચીત કરતાં જણાવ્યુ કે ટીકટોક પર મારા ૮ લાખથી વધારે ફોલોઅર્સ હતા. અને ત્યાં પણ લોકોનો મને ખૂબ પ્રેમ મળ્યો.

હું છેલ્લા ૫ વર્ષથી યુટ્યુબ સાથે સંકળાયેલી છું અને હાલ મારા યુટ્યુબ પર ૨ લાખ સબસ્ક્રાઈબર્સ છે. ત્યારબાદ માત્ર મનોરંજન માટે ટીકટોકમાં એકાઉન્ટ બનાવ્યું અને જેમાં મારા રમત રમતમાં જ આઠ લાખ ફોલોઅર્સ થઈ ગયા હતા. જે વખતે મારા યુટ્યુબના વિડીયો ખૂબ ફેમસ થયા જ્યારે મે ટીકટોક પર હજુ ઝંપલાવ્યું હતું. અને ત્યાં પણ લોકો મને યુટ્યુબર પ્રિયંકા તરીકે જ ઓળખતા હતા.

આ ૫૯ એપ બંધ કરવાનો ભારત સરકાર દ્વારા ખૂબ સરસ નિર્ણય લેવામાં આવ્યો છે. અને સરકારના આ નિર્ણય પર મને ગર્વ છે. આ વખતે મોદી સરકારે ચાઈના વિરુદ્ધ એક ડિજિટલ સ્ટ્રાઈક કરી દીધી છે. જેથી આપડે બધાએ સરકારના આ કામને વધાવી લેવું જોઈએ. અને હું એક આર્મી પરિવારમાંથી છું.

આ પણ વાંચો -  ફુગાવાનો ફટકો: જયપુરમાં એલપીજી સિલિન્ડર 50 રૂપિયામાં મોંઘુ થશે, આજથી તે 648 રૂપિયામાં મળશે

મારા પપ્પા એક આર્મી ઓફિસર હતા. અને તેમણે ૧૪ વર્ષ ભારતમાતા માટે કામ કર્યું છે. આ ઉપરાંત મારા પરિવારના ઘણા લોકો આર્મીમાં છે. જેથી હું આ ભાવનાને સમજી શકું છું.

હાલમાં જ ભારતના ૨૦ જવાનો શહિદ થઈ ગયા. જે વાતનું મને ખૂબ દુખ થયું પરંતુ ભારત સરકારે ચીનને આકરો જવાબ આપ્યો છે. જો દેશ માટે સારું થતું હોય તો મને ગર્વ છે કે ભારતમાં ચાઈનાની ૫૯ એપ બંધ થઈ.

પ્રિયંકા ચુડાસામા મૂળ જુનાગઢના છે અને છેલ્લા પાચ વર્ષથી યુટ્યુબમાં વિડીયો બનાવે છે. જેમનો કન્ટેન્ટ કોમેડી અને લોકોને કઈક પ્રરેણા મળે તેવો હોય છે. અને સૌરાષ્ટ્રમાં તેમની ખાસ્સી એવી લોકપ્રિયતા છે.

પ્રિયંકા સોશ્યલ મીડિયામાં પણ ખાસ્સા એવા એક્ટિવ છે. અને તે દેશને લગતા દરેક મુદ્દામાં પોતાનો અભિપ્રાય સોશ્યલ મીડિયા પર લોકો સમક્ષ રાખતા હોય છે. પ્રિયંકા ઇનસ્ટાગ્રામમાં સવા ત્રણ લાખથી પણ વધુ ફોલોઅર્સ ધરાવે છે.

આ પણ વાંચો -  ખેડૂત આંદોલન અંગે કૃષિ મંત્રી સાથે સીધી વાત: ખેડુતોનો પ્રશ્ન - કૃષિમાં લૂંટ થનારા કરાર કોણ બચાવશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here