ફક્ત આપણે સામાન્ય લોકોને જ નહીં પરંતુ ભગવાનની પણ આવકમાં આ કોરોના અને લોકડાઉનને કારણે ઘટાડો થયો છે. એમને પણ આ મહામારીનો માર લાગ્યો છે. ગુજરાતનાં મોટા-મોટા મંદિરોને મહિનાની આવકમાં ઘણો ઘટાડો થયો છે.
દ્વારકા , સોમનાથ , ડાકોર અને અંબાજી જેવા મોટા મંદિરોમાં પણ દર્શનાર્થીની સંખ્યામાં ઘટાડો થતાં મંદિરની આવકમાં ઘણી માર પડી છે. ગુજરાતનાં દરેક મંદિરો 23 માર્ચથી 8જૂન સુધી બંધ જ રહ્યા હતા. જ્યારે અનલોક 1 આવ્યું ત્યારથી દર્શન કરવા માટે લોકો એ સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઓનલાઈન દર્શન આપોઇટમેંટ જેવી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
સાથે જ કોરોનાના વધતાં જતાં સંક્રમણમાં ભયે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરવા લાગ્યા છે.અને ટ્રેનના રુટ પણ બધી જગ્યાએ પંહોચવા માટે શરૂ કરવામાં આવ્યા નથી. આ બધાથી મંદિરમાં પણ લોકો હવે જતાં ડરે છે. જેના પરિણામે મંદિરની આવકમાં 90થી95% ટકા ઘટાડો થયો છે.
આ સોમવારથી ડાકોર મંદિરના દરવાજા ફરી બંધ કરવામાં આવ્યા છે. કોરોનના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું એ મંદિરના મેનેજર અરવિંદ મહેતાએ જણાવ્યુ. લોકડાઉન ખૂલ્યા પછી મંદિરમાં જ્યાં પહેલા દરરોજ 5000 લોકો દર્શન કરવા આવતા ત્યાં હવે 1500 લોકો પણ નહતા આવતા. તેમજ જે મંદિરની મહિનાની આવક 1 કરોડ હતી તે ઘટીને મહિને 2 લાખની આજુબાજુની થઈ ગઈ છે.
સોમનાથ મંદિર જ્યાં શ્રાવણ માહિનામાં દર્શનાર્થીઑ નો મેળવલો જામતો અને જેની મહિનાની આવક ત્રણ થી સાડા ત્રણ કરોડની હતી એ ઘટીને માંડ 17લાખ જેટલી થઈ ગઈ છે. મંદિરમાં લગભગ 650 જેટલા લોકો કામ કરે છે અને બધાની સેલેરોમાં માહિનામાં 1 કરોડ જેટલા રૂપિયા લાગી જતાં ત્યાં આજે મંદિર ખોટમાં ચાલે છે.
અંબાજીનાના મંદિરમાં જ્યાં અઢળક લોકો દરરોજ દર્શન કરવા પંહોચતા ત્યાં આજે એ મંદિર ગણ્યા ગાઠ્ય દર્શનાર્થીઓ થી ચાલે છે. જે મંદિરની આવક મહિને 5 કરોડ જેટલી હતી આજે એ મંદિરમાં એક મહિને 25-30 લાખ રૂપિયા આવક થઈ ગઈ છે.
દ્વારકા જે સૌરાષ્ટ્રનું સૌથી વધુ જાણીતું મંદિર છે ત્યાં પેહલા જ્યાં 5000 જેટલા લોકો દર્શન કરવા પંહોચતા ત્યાં આજે 1000 જેટલા લોકો આવે છે. મંદિરના ટ્રસ્ટી અને કલેકટરે જણાવ્યુ કે આજકાલ વધુ પડતાં દ્વારકાના જ રેહવાસીઓ મંદિરમાં આવે છે , બહારથી લોકો આવતા નથી. દ્વારકાના મંદિરની આવક મહિને 1 કરોડ જેટલી હૈ જે ઘટીને 15થી17 લાખ જેટલી થઈ ગઈ છે.