સમગ્ર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં હાલ જ એક ખબર આવી છે કે ભારી વરસાદને કારણે અને જગ્યાએ લોકોની મૃત્યુ પણ થઈ રહી છે. પોરબંદરના દરિયા પાસે એક બોટ ડૂબી ગઈ અને ત્યાં જ વડોદરામાં એક વૃક્ષ પડવાને કારણે એક મહિલાનું મૃત્યુ થઈ ગયું. ત્યાં જ બનાસકાંઠામાં રેલ નદીના પુલ પાસેથી એક ડમ્પર નદીમાં વહી ગયું.
છેલ્લી 24 કલાકથી ગુજરાતનાં અલ્ગ્ગ અલગ શહેરો અને ગામડામાં વરસાદ વરસી રહ્યો છે. સુરત, અમદાવાદ,ગાંધીનગર, વડોદરા, ગીર સોમનાથ, પોરબંદર દ્વારકા,જામનગર વગેરે જેવા અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ હવામાન વિભાગે આગમી ચાર દિવસો માટે વરસાદની આગાહી કરી છે
પોરબંદરની પાસે દરિયામાં ખૂબ જડપી પવન ફૂંકાતા એક બોટ ડૂબી ગઈ હતી. એ બોટમાં 6 માછીમારો હાજર હતા જો કે તેમણે બીજી બોટના માછીમારો એ બચાવી લીધા હતા. ગુજરાતમાં ભારે વરસાદને કારણે અલગ અલગ 14 રાજ્યોમાં એનડીઆરએફની અલગ અલગ ટીમો તૈયાર રાખવામા આવી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે. જો કે 16 અને 17 ઓગસ્ટના સમગ્ર ગુજરાતમાં ફરી અતિભારે વરસાદ આવી શકે તેવી સંભાવના છે.