જ્યારે જ્યારે ક્રિકેટનું નામ આવે છે ત્યારે દરેક ભારતીયોના મનમાં સૌથી પહેલું નામ આવે છે એ નામ છે સચિન તેંદુલકર. સચિનને ઘણા લોકો ક્રિકેટનો ભગવાન પણ કહે છે. આ દેશના કોઈ પણ ખૂણામાં જાઓ દરેક લોકો સચિનના નામથી જાણકાર હશે જ.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ એટ્લે કે ICC ના પૂર્વ અમ્પાયર ડેરેલ હાર્પર એ ભારતીય ક્રિકેટ ફેન્સમાં એક સમયે ઘણા ચર્ચિત હતા. ડેરેલ હાર્પર એ તેના કરિયર દરમિયાન ભારત સામે ઘણા એવા નિર્ણય આપ્યા છે જેને કારણે ભારતીય ક્રિકેટ ફેન્સ એને વધુ પસંદ કરતાં નથી.
1999માં એડીલેડ ઓવલ મેદાન ઉપર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થયેલ ટેસ્ટ મેચમાં બીજી પારીમાં ગ્લેન મૈક્રેગાના બોલમાં સચિનને એલબી ડબ્લ્યુ આઉટ આપવામાં આવ્યો હતો. અને એ નિર્ણય કરવા વાળો અમ્પાયર હાર્પર હતો. એ નિર્ણયને કારણે ઘણો વિવાદ સર્જાયો હતો. પણ હવે અચાનક 21 વર્ષ પછી હાર્પર એ કહ્યું કે તેના એ નિર્ણય પર તેને આજ સુધી ગર્વ છે.
એ વિકેટ પછી લોકોએ તે એલબીડબ્યુ આઉટને બદલે તેને શોલ્ડર બીફોર વિકેટનું નામ આપ્યું હતું. મૈકગ્રાની એ બોલે સચિને ડક કર્યો હતો ત્યાર બાદ તેને એલબીડબ્યુ ની અપીલ કરી હતી અને હાર્પરે તેને આઉટ ઘોષિત કર્યો હતો. એ મેચમાં ભારતની બીજી પારી હતી અને સચિનને આઉટ કરવાને કારણે આપણે એ મેચ હારી ગયા હતા.
એક ઈન્ટરવ્યુ દરમિયાન હાર્પરે કહ્યું હતું કે ‘હું મારા જીવનના દરેક દિવસે તેંદુલકરને આઉટ આપેલ એ નિર્ણય વિશે વિચારું છું. એવું કશું નથી કે મને રાત્રે નીંદર ન આવતી કે ખરાબ સપના આવતા. પણ એ રિપપ્લે મારા મગજમાં ચાલતો રહે છે. પણ તમને એ જાણીને નિરાશા થશે કે મને મારા એ નિર્ણય પર આજ સુધી ગર્વ છે.કારણકે મેં મારી સામે થયેલી ઘટના પર ડર્યા વિના અને પક્ષપાત કર્યા વિના સાચો નિર્ણય કર્યો હતો.
હાર્પર 2011 દરમિયાન પણ વિવાદમાં ઘેરાયા હતા. જ્યારે એમને મહેન્દ્ર સિંહ ધોની ની કપ્તાનીમાં ડેબ્યુ કરવા જતાં બોલરને પ્રવીણ કુમારને બેન કરી દીધો હતો. પ્રવીણને પિચના ડેન્જર એરિયામાં દોડવા માટે સજા મળી હતી.