અમેરીકામાં તબાહી મચાવી રહ્યું છે હન્ના વાવજોડું, ખૂબ જ પવન સાથે અંધરાધાર વરસાદ

0

અમેરીકામાં કોરોનાના મહાપ્રકોપ વચ્ચે ગઈ કાલે ટેક્સાસના તટીય વિસ્તારમાં વાવજોડાએ ખૂબ ભારે તબાહી મચાવી હતી. હન્ના વાવજોડાએ વિનાશના ઘણા અવશેષો છોડયા. અનુમાન મુજબ જ હન્ના વાવજોડું ગઈકાલે ટેક્સાસના સમુદ્રી વિસ્તાર સાથે તકરાયું અને ત્યાનું જનજીવન થોડા સમય માટે બિલકુલ ઠપ કરી દીધું હતું.  પવનની ગતિ આટલી હતી કે રસ્તા પર ઉભેળ ટ્રક અને ટ્રેકટરો પણ પલટી નાખ્યા હતા. વીજળીના થાંભલા અને વૃક્ષોના તો બેહાલ થયા હતા.  આટલું જ નહીં પણ અમેરિકા અને મેક્સિકોની સીમાઈ દીવાલ પણ તેજ પવન અને મુશળધાર વરસાદમાં વહી ગયા.

- MYFNICGFVRGRTAHEP2NZGEU3JE 300x169

આ વાવજોડામાં સૌથી વધુ  નુકશાન ત્યાંના ખેતરોને થયું છે. લીલાછમ ખેતરોનો થોડા સમયમાં હાલ-બેહાલ થઈ ગયો હતો. વાવજોડને કારણે 2,83,000 લોકોના ઘરમાં વીજળી ચાલી ગઈ હતી અને એમનું જનજીવન બિલકુલ ઠપ થઈ ગયું હતું.

- a0f35710 8840 45ec a32a e5d815f85af0 008 XXX Hanna 1 300x300

જો કે ટેક્સાસના લોકોને જાણ હતી જ કે રવિવારે વાવજોડું સમુદ્રી તટ પર અથડાશે અને પહલેથી જ ત્યના લોકોને અલર્ટ કરી દેવામાં આવ્યા હતા પણ વાવજોડું આટલું રુદ્રરૂપે આવશે એ કોઈએ નહતું વિચાર્યું.

આ પણ વાંચો -  આખા દેશ માટે બિહાર જેવું વચન: મોદી સરકારમાં પ્રધાન, પ્રતાપ સારંગીએ કહ્યું - દેશના તમામ લોકોને રસી મફત મળશે

વાવજોડાની દિશા બદલી ગઈ હતી એટલા પહેલા વાવજોડું ટેક્સાસ  તરફ જ પ્રયાણ કરતું હતું પછી વાવજોડાએ દિશા બદલી અને એ ટેક્સાસ અને ઉતરપૂર્વી મેક્સિકો તરફ ચાલ્યું ગયું. પરંતુ ખતરો હજુ પૂરી રીતે ટળ્યો નથી. હન્ના વાવજોડાનો પ્રભાવ હજુ ઓછો થયો નથી. આને કારણે આજે એટ્લે કે સોમવારે દક્ષિણી ટેક્સાસના અલગ અલગ વિસ્તારોમાં ભારે વારસાદ પડી શકે છે. અને તેને કારણે નાની-મોટી નદીઓમાં પાણીનું સ્તર વધી જવાનું અનુમાન છે અને પૂરનો ખતરો ઉત્પન થયો છે.

- 7Wt H 3B4tfBG9RJ1ean16 300x200

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here