હાથરસ ગેંગરેપ પર ભડક્યો અક્ષય કુમાર – ‘ક્યારે બંધ થશે આ બધુ? દોષીઓ ને ફાંસી આપો’

0

મંગળવારે સમાચાર આવ્યા કે જીવન અને મરણની લડત લડતા હાથરસ ની યુવતી નુ મોત નીપજ્યુ. એવો આરોપ છે કે 14 સપ્ટેમ્બરે મહિલા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેના પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટના અંગે બોલિવૂડ સેલેબ્સ પણ ગુસ્સે છે. મંગળવારે અક્ષય કુમારે ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ કે આવી ઘટનાઓ ક્યારે બંધ થશે? દોષીઓને ફાંસી આપવી જોઇએ. તમને જણાવી દઈએ કે હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીનુ મંગળવારે અવસાન થયુ હતુ. ત્યારબાદથી દેશમાં આ અંગે ગુસ્સો છે.

અક્ષય કુમારે શું કહ્યુ?

સામૂહિક બળાત્કારની ઘટના અંગે અક્ષય કુમારે ટ્વિટ કર્યુ હતુ કે, ‘હાથરસ માં ખૂબ જ દુ:ખદાયક ગેંગરેપ કેસથી હું ગુસ્સે અને નિરાશ છું. આ બધુ ક્યારે બંધ થશે? કાયદાઓ અને એજન્સીઓએ કડક હોવુ જોઈએ અને એવી આકરી સજા થવી જોઇએ જેથી બળાત્કાર કરનારાઓ ફરીથી તે કરવામાં ડરે. ગુનેગારોને ફાંસી પર લટકાવી દો. તમારી બહેન અને દીકરીઓ ને બચાવવા માટે તમારો અવાજ ઉઠાવો, ઓછામાં ઓછુ આપણે તેમ તો કરી શકીએ.’

Kangana Ranaut, Akshay Kumar, Others Demand Justice For Hathras Gang Rape  Victim | India.com  - kangana akshay richa
શું મામલો છે?

મંગળવારે સમાચાર આવ્યા કે જીવન અને મરણની લડત લડતાં હાથરસની પુત્રીનુ મોત નીપજ્યુ છે. એવો આરોપ છે કે 14 સપ્ટેમ્બરે મહિલા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેની પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હાથરસ પોલીસની એફઆઈઆરમાં ગેંગરેપનો ઉલ્લેખ નથી, પરંતુ પીડિતા ના પરિવારજનો આ આક્ષેપો કરી રહ્યા છે. આ કેસમાં રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યુ છે. વિપક્ષી પાર્ટીઓ યોગી સરકાર અને કાયદો અને વ્યવસ્થાને નિશાન બનાવી રહ્યા છે.

Hathras Gangrape Case Akshay Kumar Kangana Ranaut Richa Chadda Riteish  Deshmukh Angry Reaction - हाथरस गैंगरेप मामले पर फूटा बॉलीवुड सितारों का  गुस्सा, दोषियों को कड़ी सजा देने की कर ...  - kangana ranaut akshay kumar 1601410506

વિપક્ષી પાર્ટીઓ સિવાય પણ ઘણા સેલેબ્સે આ મામલે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. સ્વરા ભાસ્કર, રિચા ચઢ્ઢા, દિયા મિર્ઝા, હુમા કુરેશી, ફરહાન અખ્તર સહિતના ઘણા સ્ટાર્સે ટ્વીટ કર્યુ છે. હુમા કુરેશીએ લખ્યુ – આપણે આ ક્રૂર ગુનાઓ કેટલા સમય સહન કરીશું !! આ ભયાનક ગુનામાં દોષિતોને સજા થવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here