ICU માં વેન્ટિલેટરના સપોર્ટ ઉપર છે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી, હલાત વધુ બગડી છે, મૃત્યુની અફવાનું કર્યું તેના દીકરા એ ખંડન

0

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીની હલાતમાં હજુ સુધી કોઈ સુધાર આવ્યો નથી પણ સમય જતાં તેમની હાલાત બગડતી જાય છે તે 10 ઓગસ્ટના રોજ દિલ્લીના હોસ્પીટલમાં એડમિટ થયા હતા. હોસ્પિટલ ના રિપોર્ટ મુજબ પ્રણબ મુખર્જી ની હાલાતમાં કોઈ સુધારો નથી તેમની હાલાત વધુ ખરાબ થતી જાય છે તે આઇસીયુ માં વેન્ટિલેટરના સપોર્ટ પર છે.

તેના એક દિવસ પહેલા એટ્લે કે ગુરુવારે પ્રણબ મુખર્જી ના દીકરા અભિજિત એ કહ્યું હતું કે તેમના પર ઈલાજનો અસર થઈ રહ્યો છે અને તેમની હાલાત હવે સ્થિર છે. જણાવી દઈએ કે ગુરુવારે પ્રણબ મુખર્જીનું નિધન થઈ ગયું છે એવી અફવા ફેલાઈ હતી. અને એ એ સાંભળીને અભિજિત મુખર્જીએ નારાજગી વ્યક્ત કરી હતી. 84 વર્ષના પ્રણવ મુખર્જી 10 ઓગસ્ટના દિવસે હોસ્પીટલમાં એડમિટ થયા હતા, તેમના માથાના ભાગમાં મોટો જટકો આવયને કારણે સર્જરી કરવી પડી અને તે કોરોના પોજીટીવ પણ આવ્યા હતા.

આ પણ વાંચો -  ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનું અવસાન, કોરોનામાં ચેપ લાગ્યો

પ્રણબ મુખર્જીના નિધનની અફવાને લઈને તેના દીકરા અભિજિતએ ટ્વિટ કર્યું હતું, ‘ મારા પિતા પ્રણબ મુખર્જી હજુ જીવતા જ છે અને હાલાત સ્થિર છે પણ મને એક વાતનું દુખ છે કે ઘણા વરિષ્ઠ પત્રકારો સોશિયલ મીડિયામાં ખોટી ખબરો અને અફવા ફેલાવે છે. લોકો હેડલાઇનમાં રહેવા માટે જાણી જોઈને આ અફવાઓની ખબરોનો ધંધો કરે છે. એક જ જટકામાં જીવિત વ્યક્તિને મૃત બનાવી દે છે.’

જણાવી દઈએ કે પ્રણબ મુખર્જી 2012 થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યા હતા.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here