ઋત્વિક રોશન ના પિતા ને અંડરવર્લ્ડ એ મારી હતી બે ગોળી, આવી રીતે બચ્યો હતો રાકેશ રોશન નો જીવ

0

મશહૂર નિર્માતા, નિર્દેશક અને પૂર્વ અભિનેતા રાકેશ રોશન નો જન્મ 6 સપ્ટેમ્બર 1949 ના થયો હતો. તેમણે પોતાના કરિયર ની શરૂઆત હીરો તરીકે કરી હતી પરંતુ તે ફિલ્મો માં સહાયક અભિનેતા બનીને રહી ગયા. લગભગ 84 ફિલ્મો માં તેમણે યાદગાર અભિનય કર્યો. ઋત્વિક રોશન ના પિતા રાકેશ રોશન પર અંડરવર્લ્ડ એ હમલો કર્યો હતો, જેમાં તેમણે બે ગોળીઓ વાગી હતી.

રાકેશ રોશને પોતાના ઍક્ટિંગ કરિયર ની શરૂઆત ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’ થી કરી હતી. જેમાં તે સહાયક અભિનેતા તરીકે નજર આવ્યા હતા. ત્યારબાદ તે ફિલ્મ ‘મન મંદિર’, ‘પરાયા ધન’, ‘આંખો-આંખો મેં’, ‘ખેલ ખેલ મેં’, ‘ખટ્ટા મીઠા’, ‘ખૂબસૂરત’, ‘તીસરી આંખ’ અને ‘આખિર ક્યોં’ જેવી ફિલ્મો માં પણ નજર આવ્યા.

- 73073034

વર્ષ 2000 માં રાકેશ રોશને તેના પૂત્ર ઋત્વિક રોશન ને ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ થી લોન્ચ કર્યો. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી. ફિલ્મે બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી. રાકેશ રોશન ને અંડરવર્લ્ડ તરફ થી ધમકી આપવામાં આવી, ત્યારબાદ તેની સુરક્ષા માં થોડા પોલીસકર્મીઓ ને તહેનાત કરવામાં આવ્યા. પરંતુ થોડા દિવસો બાદ જ તેની આ સુરક્ષા હટાવી લેવાઈ.

Rakesh Roshan gets emotional while talking about son Hrithik Roshan |  Bollywood News – India TV  - Rakesh Roshan g11250

21 જાન્યુઆરી 2000 ના સાંજે સાડા છ વાગ્યે રાકેશ રોશન મુંબઈ ના સાંતાક્રૂઝ માં સ્થિત પોતાની ઓફિસ થી બહાર નીકળ્યા જ હતા કે અચાનક તેના પર હમલો થઈ ગયો. આ દરમ્યાન તેના પર છ રાઉન્ડ ફાઇરિંગ કરવામાં આવી. જેમાં એક ગોળી તેની પીઠ પર લાગી જ્યારે બીજી તેની છાતી માં ઘૂસી ગઈ. અચાનક થયેલી ફાઇરિંગ ને લીધે ત્યાં ભાગદોડ થઈ ગઈ.

રાકેશ રોશન ના ડ્રાઈવર ની સમયસૂચકતા ને કારણે તરતજ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તેના કારણે તેનો જીવ બચી ગયો. તેને આ ગોળી જાન થી મારવા માટે નતી મરવામાં આવી. અંડરવર્લ્ડ રાકેશ રોશન ને ફક્ત ડરાવવા જ માંગતુ હતુ. પોલેસે હમલાખોરો ની ઓળખ સુનિલ વિઠ્ઠલ ગાયકવાડ અને સચિન કાંબલે ની કરી. આવો જ હમલો આની પહેલા ગુલશન કુમાર પર થયો હતો જેમાં તેનુ મૃત્યુ થયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here