‘અમિતાભ બચ્ચન હું ઈચ્છું છું કે તમે કોરોનાને કારણે મૃત્યુ પામો’ અજાણ્યા વ્યક્તિની આ વાતનો જવાબ અમિતાભે બ્લોગ લખીને આપ્યો

0

આપણે બધા જાણીએ જ છીએ કે બોલિવુડના શહેનશા ‘અમિતાભ બચ્ચન’ કોરોનાથી પીડિત છે. સાથે જ તેમનો દીકરો અભિષેક તેમની વહુ ઐશ્વર્યા અને તેમની પૌત્રી આરધ્યા પણ કોરોનાની જપેટમાં આવી ગયા હતા. પણ હાલ જ ઐશ્વર્યા અને આરધ્યા ઠીક થઈને નાણાવટી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. પણ અભિષેક અને અમિતાભ હજુ પણ સારવાર હેઠળ છે.

અમિતાભ 11 જુલાઈથી કોરોનાથી પીડાઈ છે. જ્યાં બિગ બીના ફેન એમના ઠીક થવાની રાહ જોઈએ રહ્યા છે અને તેની માટે પ્રાથના કરી રહ્યા છે એવામાં ગણ્યા ગાઠ્યા લોકો એવા છે જે અમિતાભ માટે ખરાબ વકયોનો પ્રયોગ કરી રહ્યા છે. અને એવા લોકો સામે આજે અમિતાભે તેનો ગુસ્સો જાહેર કર્યો છે.

- big b 300x169

અમિતાભ બચ્ચન અત્યારે નાણાવટી હોસ્પીટલમાં કોરોનાનો ઈલાજ કરાવી રહ્યા છે અને આ સમય દરમિયાન સોશિયલ મીડિયામાં ખૂજ એક્ટિવ રહે છે. અને તેના ફેન્સ સાથે જોડાયેલ રેહવા માટે ઘણી પોસ્ટ પણ મૂકે છે. એવામાં કોઈ એ અમિતાભને લખીને મોકલ્યું કે, ‘ હું એવું ઈચ્છું છું કે તમે કોવિડ-19ને કારણે મૃત્યુ પામી જાઓ.’

- amitabh bachchan blog 300x214

આ વાત વિશે અમિતાભે એક બ્લોગ લખ્યો અને એમાં કહ્યું કે , ‘ મિસ્ટર અજ્ઞાત, તમે તમારા પિતાનું નામ ન લખ્યું, કારણકે શાયદ તમને ખબર જ નહીં હોય કે તમારા પિતા કોણ છે.  અહિયાં હવે બે જ વસ્તુ થઈ શકશે , કા તો હું જીવતો રહીશ અને કા તો હું મરી જઈશ.  જો હું મરી જઈશ તો તું એક સેલિબ્રિટિ ઉપર ખાલી ખોટો ગુસ્સો ઉતારવાનું અને તેને અપશબ્દો કહેવાનું તારું કામ આગળ નહીં વધારી શકે. અને અફસોસ કે તમારા આ લખેલ વાક્યને લોકો સમક્ષ લઈ આવવા વાળો નહીં રહે. કારણકે જે અમિતાભ બચ્ચન પર તમે કટાક્ષ કર્યો છે એ ત્યાં સુધી જીવતો નહીં રહે.

- 04amitabh bachchan1

પણ જો ભગવાનની કૃપા રહી અને હું જીવતો રહી ગયો  તો પછી તું લોકોના ગુસ્સાને સહન નહીં કરી શકે. ફક્ત મારા તરફથી જ નહીં પણ મારા જે કરોડો ફોલોવર્સ છે એ બધા તરફ થી તારે લોકોનો ગુસ્સો સહન કરવો પડશે. અને હા આટલું જાણી લે કે આખી દુનિયામાં દરેક ખૂણામાં પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, ઉતરથી લઈને દક્ષિણ સુધી, અને ખાલી આ પેજના લોકો જ નહીં સોશિયલ મીડિયાની બહારના લોકો અને તને નહીં છોડે. મારે બસ આટલું જ કહવું છે કે ,  ‘ઠોક દો સાલે કો’

તેના બ્લોગના અંતમાં અમિતાભે લખ્યું કે ‘મારીચ, આહિરવાન, મહિષાશૂર, અસુર જે કઈ પણ ઉપનામ હોય તારું. અમારો યજ્ઞ પ્રારંભ થશે તું રાક્ષસની જેમ તડપીશ , જાની લે આટલું કે તું સમાજનો અવાજ નથી. ચરિત્રહીન, અવિશ્વાસી, શ્ર્ધા હિન, લીચડ છો તું. जलो गलो पिघलो, बेशर्म, बेहया, निर्लज, समाज कलंकी।

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here