જિલ્લાધિકારી (ડીએમ) અજય શંકર પાંડે એ ગુરુવારે ગાજીયાબદ કલેક્ટ્રેટ માં અધિકારીઓ ને વીજળી ની બરબાદી ની સૂચના આપ્યા બાદ એક કલાક વગર વીજળી કામ કરાવ્યુ. સવારે 9:30 વાગ્યે કલેક્ટ્રેટ ના અચાનક નિરીક્ષણ લેવા પર ડીએમ ને ખબર પડી કે અધિકારીઓ ના આવ્યા પહેલા જ બે ડઝન વધુ કાર્યાલયો માં લાઈટ, પંખા અને એરકન્ડિશન ચાલુ જ હતા.
જિલ્લા સૂચના અધિકારી (ડીઆઈઓ) રાકેશ ચૌહાણે પીટીઆઈ ને જણાવ્યુ કે આ બાબત ને રાષ્ટ્રીય અપવ્યય માની ને અને સરકારી ખજાના ને થયેલા નુકશાન ને જોતા અધિકારીઓ ને એક કલાક સુધી વિના વીજળી કામ કરવાનો આદેશ આપ્યો. ડીએમ એ ખુદ પોતાના ચેમ્બર ની લાઈટ, પંખા અને ઐરકન્ડિશન ને બંધ કરી દીધા અને દરવાજા ખોલી નાખ્યા અને અધિકારીઓ એ પણ તેમ જ કર્યુ.
તેમણે નિર્દેશ આપ્યો કે કાર્યાલયો ની સફાઈ બાદ લાઈટ, પંખા અને એરકન્ડિશનર બંધ રહેશે. સંબંધિત અધિકારી કાર્યાલયો માં ઉપસ્થિત રહેવા અને બહાર જવાના સમયે લાઈટ, પંખા અને એરકન્ડિશનર બંધ કરશે.
તેની પહેલા, ડીએમ એ અચાનક ક્ષેત્રીય પરિવહન કાર્યાલય ની મુલાકાત લીધી હતી, બધા અધિકારીઓ પર 1000 રૂપિયા દંડ અને પરિવહન વિભાગ ના બધા કર્મચારીઓ પર 500 રૂપિયા નો દંડ કર્યો હતો.
તેની પહેલા ના મહિને, તેમણે બેઝિક શિક્ષા અભિયાન પર 500 રૂપિયા નો દંડ કર્યો હતો, લિપિક કર્મચારીઓ પર 100 રૂપિયા દંડ અને ચતુર્થ શ્રેણી ના બધા કર્મચારીઓ પર 50 રૂપિયા નો દંડ લગાવ્યો હતો. વીજળી અને પીવાના પાણી ના વ્યય માટે બંને વિભાગો પર દંડ ફટકાર્યા હતા.