હવે બજારમાં મળશે ‘મોદી ઇડલી’ ફક્ત 10 રૂપિયામાં 4 પીસ ઇડલી

0

દક્ષિણ ભારતના પ્રમુખ વ્યંજનોનું જ્યારે પણ નામ લેવામાં આવે છે તો એમાં સૌથી પહેલા વાત ઇડલી ની થતી હોય છે. ત્યાં જ હવે ઇડલી ખાવા વાળા અને મોદીના પ્રશાંસકો માટે એક મહત્વની અને સારી ખબર સામે આવી રહી છે. વાત એમ છે કે તામિલનાડુના સલેમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ ઉપર જનતા માટે ‘મોદી ઇડલી’ વંહેચવાની તૈયારી કરી રહ્યા છે. ચાર પીસ ઇડલી માટે તમારે 10 રૂપિયા ચૂકવવાના રહેશે.

- idli 6374346 835x547 m

‘મોદી ઇડલી’ નામનું વ્યંજન લાવવાની તૈયારી ભાજપના પ્રચાર માટે પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશ એ કરી છે.  એ પ્રચાર હેઠળ શહેરના અલગ અલગ હિસ્સાઓમાં મોદી ઇડલીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં પીએમ મોદી સાથે મહેશનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે. સાથે જ પોસ્ટરમાં લખ્યું છે કે 10 રૂપિયામાં 4 ઇડલી અને સાથે જ સાંભર પણ આપવામાં આવશે. અને આ ઇડલીને મોડલ કિચનમાં તૈયાર કરવામાં આવી છે જેનાથી તમને સારો સ્વાદ મળશે અને સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેશે.

આ પણ વાંચો -  માંગ: ગુજરાતના ભાજપના ધારાસભ્યએ કહ્યું- યુપીની જેમ રાજ્યમાં પણ 'લવ જેહાદ'ની અનેક ઘટનાઓને કાયદાની જરૂર છે

- idli

તામિલનાડુમાં અલગ અલગ 22 જગ્યા એ આ ઇડલી માટે દુકાનો ખોલવામાં આવી છે અને સાથે જ આ આઇડિયા જેમ જેમ સફળ નીવડશે એમ એમ એની બીજી આઉટએલઇટી પણ ખોલવામાં આવશે. આ પરિયોજના માટે મશીનો આવી ચૂકી છે જે દરરોજ 40,000 જેટલી ઇડલી બનાવવાનુબ કામ કરશે અને આ યોજના આવતા અઠવાડિયે શરૂ કરવામાં આવશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here