જો મુંબઇ પોલીસે સહયોગ ન કર્યો તો કેન્દ્ર વધારી શકે છે કંગના રનૌત ની સુરક્ષા નો વિસ્તાર

0

અભિનેત્રી કંગના રનૌત ના મુંબઇ પહોંચ્યા બાદ તેના પર હમલા નો ખતરો વધી રહ્યો છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓ એ આ બાબત માં કેન્દ્ર સરકાર ને ચેતવી છે. તેમાં ચંદીગઢ અને મુંબઇ એરપોર્ટ ને લઈને બીજી જગ્યાઓ નો ઉલ્લેખ છે. કંગના પાસે આ સમયે વાય પ્લસ શ્રેણી ની સુરક્ષા છે.

- Kangana Ranaut krish
સૂત્રો પ્રમાણે, મુંબઇ પોલીસ નો પર્યાપ્ત સહયોગ નથી મળી રહ્યો, આ વિશે કંગના ને વાય પ્લસ સુરક્ષા પ્રદાન કરી રહેલી સીઆરપીએફ કમાન્ડો ની ટીમ કેન્દ્રીય ગૃહ મંત્રાલય ને સૂચિત કરશે. હાલમાં બે કમાન્ડો 24 કલાક કંગના ની સુરક્ષા માટે તૈનાત રાખવામાં આવ્યા છે. તેમાં એક સિવિલ ડ્રેસ માં અને એક યુનિફોર્મ માં છે. બંને પાસે હથિયાર છે.

વાય પ્લસ શ્રેણી ની સુરક્ષા વાળા વ્યક્તિ ને 15 જેટલા સુરક્ષા કર્મી મળે છે. તે ત્રણ શિફ્ટ માં ડ્યુટી કરે છે. ઘરે અને ઓફિસે સુરક્ષા ચુસ્ત રહે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય ને આઈબી કે સીઆરપીએફ દ્વારા જ્યારે આવી રિપોર્ટ મળે છે કે જેમાં કંગના ની સુરક્ષા પર ખતરો જણાય ત્યારે ગૃહ મંત્રાલય તેની સુરક્ષા માં અપડેટ કરવાનો વિચાર કરી શકે છે. મતલબ તેને વાય પ્લસ થી ઝેડ શ્રેણી ની સુરક્ષા પ્રદાન થઈ શકે છે.

- kangna ranuat y security 1599547882

કંગના એ બુધવારે મુંબઇ પહોંચતા જ મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યુ છે. કંગના એ ટ્વિટ કરતા કહ્યુકે, ‘આજે મારૂ ઘર તૂટ્યુ છે, કાલે તારો ઘમંડ તુટશે.’ અભિનેત્રી ના મુંબઇ પહોંચ્યા પહેલા જ બીએમસી એ બાંદ્રા સ્થિત તેના બંગલા ના ગેરકાયદેસર નિર્માણ ને તોડી પાડ્યુ હતુ. શિવસેના ના કાર્યકર્તાઓ એ ઘણી જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે.

म  - kangana mumbai1

સુરક્ષા એજન્સીઓ ના સૂત્રો નુ કહેવુ છે કે કંગના હવે આવતા ઘણા દિવસો મુંબઇ રહેશે, તેવામાં તેના માટે સ્થાનિક પોલીસ ની ભૂમિકા અગત્યની રહેશે. તેના માટે સ્થાનિક સુરક્ષા તૈયાર કરવી અને મુસાફરી નો રૂટ વગેરે ક્લિયર કરવુ, મુંબઇ પોલીસ ના હાથ માં રહેશે. સ્થાનિક ખુફિયા જાણકારી માટે પણ મુંબઇ પોલીસ ની મદદ લેવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here