કંગના રનૌત મામલે હાઇકોર્ટે બીએમસી ને લગાવી ફટકાર, કહ્યુ- ‘તોડવા માં ઝડપ દેખાડી, જવાબ આપવા માં વિલંબ કેમ?’

0

કંગના રનૌતે તેની ઓફિસમાં બીએમસી દ્વારા તોડફોડ કેસમાં બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ મામલે BMC નો જવાબ માંગ્યો છે. BMC ના વકીલે કોર્ટને વધુ સમય માંગ્યો હતો. જે પછી ન્યાયાધીશે કહ્યુ કે ‘સારુ તમે ખૂબ જ ઝડપી છો, તો પછી તમે અહીં કેમ વિલંબ કરો છો?’ ન્યાયાધીશે વધુમાં કહ્યુ કે, ‘ચોમાસાની ઋતુ માં આ રીતે કોઈ બિલ્ડિંગ તોડી નેે આ રીતે છોડી ન શકાય.’ બીએમસી આજે કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રાખશે. આજે કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવશે.

કંગનાએ 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલ વિસ્તારમાં તેના બંગલાના એક ભાગને તોડી પાડવાની વિરુદ્ધ અરજી કરી હતી, જેમાં તેણે બીએમસી કાર્યવાહીને ગેરકાયદેસર જાહેર કરી હતી અને 2 કરોડ વળતરની માંગ કરી હતી.

કંગનાની અરજી પર સાંસદ સંજય રાઉતે કહ્યુ હતુ કે “કોર્ટની સુનવણી મારા માટે નવી નથી.” સંજય રાઉતે બુધવારે બીએમસીની કાર્યવાહીને સમર્થન આપતા કહ્યુ હતુ કે ગેરકાયદેસર બાંધકામો તોડવાનો નગર નિગમ ને અધિકાર છે. અમે કાયદા નુ સન્માન કરીએ છીએ અને કોર્ટમાં લડીશુ.

સંજય રાઉતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો કર્યો બચાવ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સંજય રાઉતે ફરી એક વખતનશીલી દવાઓની તપાસથી ઘેરાયેલા મુંબઈ ફિલ્મ ઉદ્યોગનો બચાવ કર્યો હતો. તેણે કહ્યુ, આ માટે તમે મુંબઈ ફિલ્મ ઉદ્યોગને કેમ બદનામ કરો છો? ડ્રગ્સ માફિયા ફક્ત મુંબઇમાં જ નહીં બધે હાજર છે. સાથે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણમાં એક ફિલ્મ સિટીની સ્થાપના કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here