શિવસેના ના મુખપત્ર ‘સામના’ માં એક તીર થી બે નિશાન, કંગના સાથે ના વિવાદ માં અક્ષય ને પણ આડેહાથ લીધો

0

શિવસેના પોતાના મુખપત્ર સામના દ્વારા લગાતાર કંગના રનૌત પર નિશાન સાધી રહી છે. રવિવારે ફરી એક વખત પાર્ટી એ કંગના પર હમલો બોલ્યો છે. પાર્ટી એ પૂછ્યુ કે મુંબઈ ને પાકિસ્તાન કહેવા વાળી એક નૌટી (અભિનેત્રી) ની પાછળ કોણ છે? તેના સિવાય કંગના વિરુદ્ધ ફિલ્મી હસ્તીઓના ન બોલવા પર પણ તેઓને આડેહાથ લીધા છે. સામના માં લખ્યુ છે કે અક્ષય કુમાર જેવા મોટા કલાકરો એ સામે આવવુ જોઈતુ હતુ. મુંબઇ તેઓને ઘણુ આપ્યુ છે. મહારાષ્ટ્ ના ભૂમિપુત્રો એ આ સમયે એક થવુ જોઈએ.

Kangana Ranaut Gets Y Level Security Amid Ongoing Fight With Shiv Sena  Leader Sanjay Raut | India.com  - kangana ranaut sanjay raut pakistan occupied kashmir main

શિવસેના એ સામના માં લખ્યુ, ‘મહારાષ્ટ્ર ની રાજધાની મુંબઇ ને ગ્રહણ લગાવવાનો પ્રયાસ એક વખત ફરી શરૂ થયો છે. આ ગ્રહણ ‘બહાર ના લોકો’ લગાવી રહ્યા છે. પરંતુ તેને મજબૂત બનાવવા માટે પરંપરા પ્રમાણે આપણા ઘરના ભેદી આગળ આવ્યા છે. મુંબઇ ને પાકિસ્તાન કહેવામાં આવ્યુ, મુંબઇ નુ અપમાન કરવા વાળી એક નૌટી (અભિનેત્રી) ના ગેરકાયદેસર નિર્માણ પર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કર્યા બાદ મનપા નો ઉલ્લેખ ‘બાબર’ ના રૂપ માં થયો. મુંબઇ ને પહેલા પાકિસ્તાન અને પછી બાબર કહેવા વાળાઓ ની પાછળ મહારાષ્ટ્ર ની ભારતીય જનતા પાર્ટી ઉભી રહે છે , તેને દુર્ભાગ્યપૂર્ણ કહેવાય.’

આ પણ વાંચો -  કોરોના દેશમાં: ભારત બાયોટેક રસી ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે માન્ય; અત્યાર સુધીમાં 77.59 લાખ કેસ નોંધાયા છે

Shiv Sena in its mouthpiece targeted at Kangana, the attempt to eclipse  Mumbai has started again, Akshay Kumar did not say anything and ... -  Connexionblog  - Shiv Sena in its mouthpiece targeted at Kangana the attempt 750x375

મુંબઇ-મહારાષ્ટ્ર પર કીચડ ઉછાડવા પર લાગે રોક

પાર્ટી એ લખ્યુ, ‘કોઈ પણ ઉઠે અને મુંબઇ-મહારાષ્ટ્ર પર કીચડ ઉછાળે, હવે તો તેના પર રોક લાગવી જોઈએ. દિલ્હી અથવા મહારાષ્ટ્ર માં સરકાર કોઈની પણ હોય, કોઈ અજ્ઞાત શક્તિ અમારા મુંબઇ ના વિરોધ માં યોજનાબદ્ધ રીતે યોજનાઓ બનાવતી રહે છે પણ સંયુક્ત મહારાષ્ટ્ માટે જેલ ના દરવાજા પર લાઈન લગાવવા વાળા ‘વીર’ આજે નીરસ થઈ ગયા શું? ભારતીય જનતા પાર્ટી પોતાની રાષ્ટ્રીય નીતિઓ પ્રમાણે ભૂમિકા કરી રહી છે. આવીજ રાષ્ટ્રીય ભૂમિકા પહેલા કોંગ્રેસ અપનાવતી હતી એ ભૂલવુ ન જોઈએ. આજે ફરી ભૂમિપુત્રો તથા મરાઠી સ્વાભિમાન પર યોજનાબદ્ધ રીતે અત્યાચારો કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.

Shiv Sena Target Akshay Kumar Silence on Mumbai Insult Kangana Ranaut -  Charotar Samachar  - akki afadgg

સામના માં શિવસેના એ લખ્યુ, ‘એક નૌટી (અભિનેત્રી) મુંબઇ માં બેસીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિશે તૂ-તડાક ની ભાષા માં બોલે છે. પડકારવાની વાતો કરે છે અને તેના પર મહારાષ્ટ્ર ની જનતા દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી કરવામાં આવતી, આ કેવી એકતરફી આઝાદી છે? તેના ગેરકાયદેસર નિર્માણ પર હથોડો ચાલ્યો, તો તે મારૂ રામ મંદિર હતુ, એવા નાટક તેણે કર્યા. પરંતુ તેણે આ ગેરકાયદેસર નિર્માણ કાયદા નો ભંગ કરી તેના દ્વારા ઘોષિત કરેલા પાકિસ્તાન માં કર્યુ હતુ. મુંબઇ ને પાકિસ્તાન કહેવુ તથા તે જ પાકિસ્તાન માં સ્થિત ગેરકાયદેસર નિર્માણ પર સર્જિકલ સ્ટ્રાઈક ની છાતી પીટવી, આ કેવો ખેલ છે?’

આ પણ વાંચો -  આત્મનિર્ભર ભારત તરફ એક વધુ પગલું: સેના દ્વારા આર્મી કેન્ટીનમાં વિદેશી દારૂ સહિત આયાત કરેલા માલના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે

शिवसेना ने अक्षय कुमार की चुप्पी पर उठाए सवाल, कहा- मुंबई को पाकिस्तान कहने  वाली कंगना रनौत के पीछे कौन?  - akshay kangna 202009183288

બૉલીવુડ કલાકારો પર નિશાન સાધતા સામના માં લખ્યુ, ‘સંપૂર્ણ નહીં, ઓછામાં ઓછુ અડધા હિન્દી ફિલ્મ જગતે તો મુંબઇ ના અપમાન ના વિરોધ માં આગળ આવવુ હતુ. અક્ષય કુમાર જેવા મોટા કલાકારે તો સામે આવવુ જોઈએ. મુંબઇ એ બધા ને આપ્યુ છે પરંતુ મુંબઇ ના સંદર્ભ માં આભાર વ્યક્ત કરવામાં ઘણા ને તકલીફ પડે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here