જેમ આપણે બધા જાણીએ જ છીએ કે , 14 જુનના દિવસે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું હતું. એ વાતને એક મહિનો ઉપરાંત ઘણા દિવસો વીતી ચુક્યા છે. છતાં પણ આજ સુધી ખબર નથી પડી કે એ સુસાઈડ હતું કે મર્ડર.
પોસ્ટમોટમની રિપોર્ટ મુજબ એ સુસાઈડ જ હતું પણ સુશાંતના ફેન્સ એ વાત માટે CBIની તપાસ કરાવવાની માંગ કરે છે. જો કે પોલીસ પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે આ કેસની તપાસ કરે છે પણ હજુ સુધી કોઈ પણ કારણ સામે આવ્યું નથી.
એવામાં વિજય શેખર ગુપ્તાએ પોતાના પ્રોડક્શન હાઉસમાં સુશાંત ઉપર એક ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી. હાલ જ એ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું છે.
જાણકારી મળી છે કે આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં કોઈ પણ એક OTT પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મનું નામ છે ‘ suicide or murder – we lost a star ‘
આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની બાયોપિક નહીં હોય પણ તેના જીવનથી ઇન્સપાયર થતી હશે.આ ફિલ્મમાં સુશાંતની જેમ જ એક આઉટસાઈડર છોકરો જે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઉભી કરશે અને તેની જર્ની બતાવવામાં આવશે.
ફિલ્મના હીરો તરીકે સુશાંત જેવો જ દેખાતો એક એકટર અને ટિકટોક સ્ટાર ‘સચિન તિવારી’ ને ફાઇનલ કરવામાં આવ્યો છે.
જ્યાં ફિલ્મનો ફર્સ્ટ લુક બહાર પાડવામાં આવ્યું છે તેમાં સચિનના નામ નીચે લખ્યું છે એક આઉટસાઈડર.
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી લોકો એવી વાતો કરે છે કે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહારથી આવ્યો હતો તેથી તેની સાથે ઇન્ડસ્ટ્રીના લોકો ખરાબ વર્તણુક કરતા અને હંમેશા ટાર્ગેટ બનાવતા. અને આ બાબતને લઈને લોકોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નામચીન સીતારાઓ પ્રત્યે રોષે ભરાયા છે.