વલસાડ જિલ્લામાં 71.54 ટકા વિદ્યાર્થીઓ અને વાપીમાં 73.71 ટકા વિદ્યાર્થીઓ સફળ થયા

0

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી 12 મી વાણિજ્યની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર થયું હતું.

વલસાડ જિલ્લાનું પરિણામ 71.54 ટકા અને વાપીનું પરિણામ 73.71 ટકા આવ્યું છે. જે વિદ્યાર્થીઓ સફળ થયા તેમાં ખુશી હતી. સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનું પરિણામ 92.22 ટકા આવ્યું છે. શાળાના 106 માંથી 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

તેમાંય સ્કૂલમાં 99.38 પર્સેન્ટાઇલ મેળવનારા સૂરજ જાખરે પ્રથમ, યશ જૈન 98.90 પર્સન્ટાઇલ સાથે બીજો અને આયુશી વ્યાસે 98.77 પર્સન્ટાઇલ માર્કસ સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ટાંકી ફળિયા ખાતેની સરદાર વલ્લભભાઇ પટેલ સ્કૂલનું પરિણામ 78.99 ટકા આવ્યું છે. અલ્તાફ ખાન 85.59 પર્સેન્ટાઇલ, અભય કુમાર સાહની 84.45 અને કવિન્દ્રસિંઘ 76.68 ટકા અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે.

સંસ્કાર ભારતી હાઇસ્કૂલનું પરિણામ 90.47 ટકા આવ્યું છે.

શાળાના 42 માંથી 38 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઓમકાર આગ્રા 95.24 પર્સન્ટાઇલ માર્કસ સાથે પ્રથમ, સોનિયા ખેર 91.79 પર્સન્ટાઇલ માર્કસ સાથે અને ખુશી ખડકાએ 91.79 માર્કસ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે.

12 મી સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરાયા

સોમવારે 12 મી સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું. વનવાસી વિકાસ બોર્ડ સંચાલિત વન શાળા અંબાબારીનું પરિણામ 67.21 ટકા આવ્યું છે.

સુરકર વૈશાલી સુરેશ 91.95 પર્સેન્ટાઇલ સાથે પ્રથમ, કુંકણા કાજલ 88.19 ટકા સાથે બીજા ક્રમે આવી હતી. ગિરિજન માધ્યમિક શાળા કંધાનું 100 ટકા પરિણામ આવ્યું છે. ચૌધરી સુનિતા દિનેશ 74.14 ટકા અને ચૌધરી સજણા નગીન ભાઈએ 70.4૨ ગુણ સાથે શાળામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.

એલઆર કોન્ટ્રાક્ટર સ્કૂલ પીપલખેડનું પરિણામ 92.50 ટકા આવ્યું છે.

જેમાં પ્રથમ સ્થાને આવેલા પેડર આનંદ રણછોડને 79.07 પર્સન્ટાઇલ મળ્યો હતો. શ્રીમતી એન.એસ.જી. કન્યા વિદ્યાલય અંકલાચનું પરિણામ 97.14, સદ્ગુરુ હાઇસ્કૂલ ભિનારનું પરીક્ષાનું પરિણામ 62.05 ટકા આવ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here