ભારતના ‘અગ્નિ’થી પાકિસ્તાનને થઈ બળતરા : જાણો પાકિસ્તાનનું પરાક્રમ

0
88

પરમાણુ શસ્ત્ર વહન કરી શકતી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યાનો દાવો!

પાકિસ્તાન ભૂખમરાની આરે પહોંચી ગયું હોવા છતાં તેનો શસ્ત્ર પ્રેમ ઓછો થયો નથી. આ કડીને આજે આગળ ધપાવી, તેણે બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવાનો દાવો કર્યો હતો. આ મિસાઇલ પરમાણુ હથિયાર વહન કરવામાં સક્ષમ છે.

મિસાઈલ પરીક્ષણના સ્થળની કોઈ સ્પષ્ટતા નથી

પાકિસ્તાન આર્મીનો દાવો છે કે આ મિસાઇલ 650 કિલોમીટર સુધી કોઈપણ પ્રકારના વિસ્ફોટક વહન કરવા માટે સક્ષમ છે. પાકિસ્તાન આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે ‘શાહીન -1’ મિસાઇલ પ્રક્ષેપણ પ્રશિક્ષણનો એક ભાગ છે. પાક આર્મીએ ટ્વીટ કર્યું, “આ લોકાર્પણનો હેતુ સેનાની સ્ટ્રેટેજીકલ ફોર્સ કમાન્ડની સજ્જતાનું પરીક્ષણ કરવાનો હતો.” પાકિસ્તાનની આ મિસાઇલ ભારતના લગભગ તમામ વિસ્તારોને આવરી લેશે. પાકિસ્તાને આ મિસાઇલ પરીક્ષણ ક્યાં કર્યું છે તે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અગાઉ ભારતે ‘અગ્નિ-2’નું સફળ પરીક્ષણ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આ મિસાઇલ પરીક્ષણના થોડા દિવસો પહેલા ભારતે ‘અગ્નિ -2’ મિસાઇલની નાઇટ ટ્રાયલ હાથ ધરી હતી. આ મિસાઇલ પણ હથિયાર વહન કરવામાં સક્ષમ છે. ‘અગ્નિ -2’ મિસાઇલની મારક ક્ષમતા 2000 કિલોમીટર સુધી છે અને લશ્કરમાં સામેલ થઈ ચૂકી છે.

ભારત-પાકિસ્તાન તણાવ

કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલાથી તણાવ છે. ભારતના આ આંતરિક મુદ્દા પર પાકિસ્તાન સતત હાહાકાર મચાવી રહ્યું છે. ભારતના નિર્ણયના વિરોધમાં તેમણે ભારતીય રાજદ્વારીઓને પણ પાકીસ્તાનથી પાછા મોકલ્યા છે. પાકિસ્તાને આ વર્ષે ઓગસ્ટમાં ‘ગઝનવી’ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here