INS Vraag : અંતિમ સફર પર નીકળુ આઈએનએસ વિરાટ, 30 વર્ષ સુધી રહ્યુ ભારતીય નૌસેના નો ભાગ

0

ભારતીય નૌસેના માં 30 વર્ષ સુધી સેવા આપ્યા બાદ આઈએનએસ વિરાટ પોતાની અંતિમ યાત્રા માટે રવાના થયુ છે. શનિવારે પોતાના અંતિમ સફર પર નીકળેલા વિરાટ ને વર્ષ 2017 માં યુદ્ધ જહાજ થી સેવાનિવૃત કરવામાં આવ્યુ હતુ. શનિવારે તે મુંબઇ થી ગુજરાત ના અલંગ સ્થિત જહાજ તોડવા ના યાર્ડ માટે રવાના થયુ. ભારતીય નૌસેના નુ આ યુદ્ધ જહાજ આજે મોડી રાત્રે ભાવનગર પહોંચશે. પોતાની સેવા દરમ્યાન તેણે 10 લાખ સમુદ્રી કિલોમીટર થી વધુ અંતર કાપ્યુ, જે પૃથ્વી ના 27 ચક્કર લગાવવા બરાબર છે.

વર્ષ 2017 માં સેવાનિવૃત થયા બાદ આઈએનએસ વિરાટ ને અલંગ ના શ્રીરામ ગ્રુપે નિલામી માં 38.54 કરોડ રૂપિયા માં ખરીદ્યુ હતુ. આ જહાજ મુંબઇ ના નેવલ ડોકયાર્ડ માં લંગર નાખેલુ હતુ, પરંતુ હવે તેને અંતિમ યાત્રા માટે રવાના કરી દેવાયુ છે. શ્રીરામ ગ્રુપ ના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યુ કે યુદ્ધ જહાજ માં ઉચ્ચ ગુણવતા ના સ્ટીલ નો ઉપયોગ થયો છે. તે બુલેટપ્રૂફ મટીરીયલ છે.

આ પણ વાંચો -  કોરોનાની બીજી લહેર , આ ત્રણ દેશોએ લોકડાઉનની તૈયારી કરી

USS Blue Ridge (LCC-19) - Wikipedia  - Blue Ridge 2012

આઈએનએસ વિરાટ ના લોખંડ થી બનશે મોટરબાઈકસ

આઈએનએસ વિરાટ ના લોખંડ નો ઉપયોગ મોટરબાઈકસ બનાવવા માટે થઈ શકે છે. નિલામી માં આ વિમાન વાહક ને ખરીદવા વાળી કંપની એ જાણકારી આપી છે. શ્રીરામ ગ્રુપ ને તેને પૂર્ણ રીતે તોડી નાના-નાના ટુકડા કરવા માટે એક વર્ષ જેટલો સમય લાગશે. શ્રીરામ ગ્રુપ પાસે એશિયા નો સૌથી મોટો સ્ક્રેપ યાર્ડ છે, જે ગુજરાત ના અલંગ માં સ્થિત છે. મુકેશ પટેલે જણાવ્યુ કે યુદ્ધ જહાજ ના લોખંડ નો ઉપયોગ કરી બાઇક બનાવવા માટે અમારો બે મોટરસાઇકલ નિર્માતાઓ એ સંપર્ક કર્યો છે, પરંતુ હજુ સુધી કાંઈ નક્કી નથી થયુ.

ભારત માટે ઘણી વખત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી

વિરાટે દેશ માટે ઘણી વખત મહત્વ ની ભૂમિકા ભજવી છે. બ્રિટન ની રોયલ નેવી સાથે તેણે ફોકલેન્ડ યુદ્ધ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જુલાઈ 1989 માં શ્રીલંકા માં શાંતિ સ્થાપના માટે ઓપરેશન જયુપીટર માં ભાગ લીધો. 2001 ના સંસદ હમલા બાદ ઓપરેશન પરાક્રમ માં પણ મહત્વ ની ભૂમિકા નિભાવી હતી.

આ પણ વાંચો -  યુએસ કોર્ટનો આદેશ, ઇસરો શાખાને 1.2 બિલિયનનો દંડ ભરવાનો

એક શહેર ની જેવુ હતુ જહાજ

આઈએનએસ વિરાટ ની લંબાઈ 226 મીટર અને પહોળાઈ 49 મીટર છે. આ જહાજ પોતાના માં એક શહેર જેવુ હતુ. આ જહાજ એક પુસ્તકાલય, જિમ, એટીએમ, ટીવી અને વીડિયો સ્ટુડિયો, હોસ્પિટલ, દાંત ના ઈલાજ નુ સેન્ટર અને મીઠા પાણી નો પ્લાન્ટ જેવી સુવિધાઓ થી સજ્જ હતુ. આ જહાજ નુ વજન 28,700 ટન હતુ. તેના પર 150 ઓફિસર્સ અને 1500 નાવિકો ને તૈનાત કરી શકાતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here