કંગના એ જયા બચ્ચન ને પુછ્યુ – સુશાંત ની જગ્યા પર અભિષેક બચ્ચન હોત તો?

0

અભિનેત્રી કંગના રનૌત નો ટ્વીટર પર ‘વોર મોડ’ ઓન જ છે. લગભગ ત્રણ મહિના થી કંગના આગળ આવી બૉલીવુડ ના સિતારાઓ પર નિશાન સાધી રહી છે. ‘નેપોટીઝમ’ ના મુદ્દા પર બૉલીવુડ ની નામચીન હસ્તીઓ વિરુદ્ધ હલ્લો બોલવા વાળી કંગના એ ‘ડ્રગ્સ’ ને લઈને પણ બૉલીવુડ સિતારાઓ ની સરખી કલાસ લગાવી છે. કંગના આજે જયા બચ્ચન પર પણ પ્રહાર કરી બેઠી. હકીકત માં આ મામલો જોડાયેલો છે, રાજ્યસભા માં સપા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન ના એક નિવેદન થી.

આજે રાજ્યસભા માં અભિનેત્રી જયા બચ્ચને બૉલીવુડ માં ડ્રગ્સ કાર્ટલ ની બાબત ઉપાડી અને તેને બૉલીવુડ નુ નામ ખરાબ કરવાનુ ષડયંત્ર ઘોષિત કર્યુ હતુ. ત્યારબાદ કંગના એ ટ્વીટ કરી જયા બચ્ચન ને તીખો સવાલ પૂછ્યો હતો “જયા જી, તમે ત્યારે પણ એ જ વાત કહેશો, જો મારી જગ્યા પર તમારી દીકરી શ્વેતા ને ટીન એજ માં પીટવા માં આવત, ડ્રગ આપવા માં આવત અને છેડછાડ કરવામાં આવત. શું તમે ત્યારે પણ એમ જ કહેત જો અભિષેક વારંવાર બુલિંગ અને પરેશાની ની ફરિયાદ કરત અને એક દિવસ ફાંસી પર લટકેલો મળત? અમારા માટે પણ કરુણા બતાવો.”

કંગના ની આ ટિપ્પણી પર ઘણા લોકો ની પ્રતિક્રિયા સામે આવી રહી હતી. એક યુઝરે કંગના ને ટેગ કરતા ટ્વીટ કરી હતી કે ” કંગના જી, તમે બધા ના સંઘર્ષો ને ગાળો આપી, તુરછ બતાવી, તેના પર નિશાન સાધી ને આગળ વધવા માંગો છો? કરણ જોહર હોય કે અન્ય ફિલ્મ નિર્માતા બધા લોકો ની સામુહિક મહેનત થી આ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉભી થઇ છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી તમારી જેમ બધા ને ગાળો આપી 1-2 દિવસ માં ઉભી નથી થઈ જતી.

આ ટ્વીટ ના રીપ્લાય માં કંગના એ કરણ જોહર પર તીખો હમલો કર્યો. અને કહ્યુકે ઈન્ડસ્ટ્રી બનાવવા માં કરણ જોહર કે તેના પિતા નહીં પરંતુ કરોડો લોકો નુ યોગદાન છે. કંગના એ ફિલ્મમેકર કરણ જોહર પર ફરી એક વખત એટેક કરતા કહ્યુકે ફિલ્મ ઈન્ડસ્ટ્રી બનાવવા માં કરોડો ભારતીયો નુ યોગદાન છે. ઇન્ડસ્ટ્રી કરણ જોહર અને તેના પિતા નહીં પરંતુ બાબા સાહેબ ફાલકે થી લઈને દરેક કલાકારો અને મજૂરો એ બનાવી છે, તે ફોજી એ જેણે સરહદો ને બચાવી છે, તે નેતા એ જેમણે સંવિધાન ની રક્ષા કરી છે, તે નાગરિકે જેણે ટિકિટ ખરીદી અને દર્શક નુ પાત્ર ભજવ્યુ, ઇન્ડસ્ટ્રી કરોડો ભારતવાસીઓ એ બનાવી છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here