વંદે માતરમ મિશનના ઉડાનથી સ્વદેશ પરત ફરતા ઘણા લોકો માટે આ યાત્રા કાળ બનીને આવી છે. મુશળધાર વરસાદ વચ્ચે વિમાન લેન્ડ કરાવવાની કોશિશમાં આ ઘટના બની છે. જો કે આ ઘટના પણ ઘણા સવાલો ઊભા થાય છે. પણ એરપોર્ટ અધિકારીઓએ સાથે વાત કરતાં એ ખબર પડી છે કે આ વિમાનના કમાન્ડર ડીવી સાઠે વિમાનને બચાવવા માટે અંત સુધી કોશિશ કરી હતી પરંતુ એ આ ઘટનાને રોકી ન શક્યા અંતે એમને પોતાનો જીવ ગુમાવીને યાત્રીઓના જીવ બચાવવામાં કામિયાબ રહ્યા.
આ ઘટનામાં જીવ ગુમાવવા વાળા કેપ્ટન દિપક વસંત સાઠે અને પાઇલટ અખિલેશ કુમાર હતા. મીડિયા રિપોર્ટ અનુસાર પાયલટએ વિમાન લેન્ડ કરાવતા પહેલા હવામાં જ ઘણા ચક્કર માર્યા હતા. અને વિમાનને બચાવવાની પૂરી કોશિશ કરવામાં આવી હતી. પણ અંતે વિમાનને લેન્ડ કરાવવું પડ્યું.
એ વિમાનમા મુસાફરી કરતાં એક યાત્રી રિયાસ એ જણાવ્યુ કે, લેન્ડ કરતાં પહેલા પાયલટે હવામાં જ બે ચક્કર લગાવ્યા હતા. રિયાસ છેલ્લી સીટ પર બેઠા હતા. અચાનક જ એમને જોરદાર અવાજ સાંભળ્યો અને પછી શું થયું એ એમને સમજમાં ન આવ્યું.
બીજા એક યાત્રી જે આ જ વિમાન દ્વારા મુસાફરી કરતાં હતા એમને જણાવ્યુ કે, ‘આવાજ આવ્યા પછી વિમાન જમીન સાથે ખૂબ જ જોર થી ટકરાયું અને પછી ખૂબ જડપથી ચાલવા લાગ્યું.
વિમાન રનવે પરથી ચાલતા પાસે ખાઈમાં ખાબક્યું અને વિમાનના બે ભાગમાં ટુકડા થઈ ગયા હતા. તેમાં બે પાઇલટ સહિત 18 લોકોના મૃત્યુ થયા અને 122 લોકો ઘાયલ થયા છે .
જો કે આ વિમાનની દુર્ઘટના પાછળ ટેબલ ટોપ એરપોર્ટના રનવે ને પણ જવાબદાર ગણવામાં આવે છે. મે 2010માં પણ મેંગલૂરના ટેબલ ટોપ એરપોર્ટમાં આવી જ રીતે એક વિમાન રન વે પર થી ખાઈમાં ખાબક્યું હતું અને તેમાં 158 યાત્રીઓના મૃત્યુ થયા હતા.