બેરોજગારી ના ટ્રેન્ડ પર કુમાર વિશ્વાસે આપ્યુ રીએકશન, કહ્યુ તેના વિશે વિચારો જે નોકરી ની રાહ જોઈ રહ્યા છે…

0

કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન ને લીધે જ્યાં ઉદ્યોગ-ધંધા ચોપટ થયા છે ત્યાં નોકરિયાત વર્ગ માટે આ મહામારી વિકરાળ સંકટ બની ને આવી છે. રોજગાર છીનવાઈ ગયા અને બેરોજગારી વધી ગઈ. હવે આ મુદ્દા પર કવિ કુમાર વિશ્વાસે પોતાની વાત રાખી છે. ટ્વીટર સહિત સોશ્યલ મીડિયા પર બેરોજગારી ને લઈને થઈ રહ્યા ટ્રેન્ડ વચ્ચે કુમાર વિશ્વાસે લખ્યુ, ” જરા વિચારો એ વિધાર્થીઓ વિશે દિલ પર હાથ રાખી ને, જે મહેનત થી ભણી ને, પ્રતિયોગી પરીક્ષાઓ પાસ કરીને પણ, સરકારી ઉદાસીનતા ને કારણે વર્ષો થી પોતાની નોકરી ની રાહ જોઈ રહ્યા છે ! વિચારો કે તેના માટે જીવન કેટલુ કષ્ટદાયી થઈ રહ્યુ હશે? કોઈ પણ દળ કે નેતા ના પ્રત્યે સમર્પિત રહો પણ સરકાર ને ચિંતા ના સવાલ તો પૂછો! સરકાર દેશ નથી યારો! આવતી – જતી રહેશે.”

એક રિપોર્ટ પ્રમાણે, સરકારી પોર્ટલ પર નોકરીઓ માટે એક કરોડ થી પણ વધુ લોકો એ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે, પરંતુ ફક્ત 1.77 લાખ નોકરીઓ જ ઉપલબ્ધ છે. જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા હતા, તેમણે દેશ ના યુવાનો ને વચન આપ્યુ હતુ કે તેઓ બે કરોડ યુવાઓ ને દર વર્ષે રોજગાર અપાવશે. પરંતુ સ્થિતિ એ છે કે દેશ માં 14 કરોડ લોકો બેરોજગાર થઈ ગયા છે.

સંસદ ના મોનસૂન સત્ર માં પણ કોરોના વાયરસ મહામારી ને કારણે મોટા પ્રમાણ માં લોકો ના બેરોજગાર થવા નો અને તેના માં પેદા થઈ રહી હતાશા ને કારણે આત્મહત્યા ની વધતી પ્રવૃત્તિ નો મુદ્દો ઉઠાવાયો. કોરોના વાયરસ ને ફેલાતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન ને કારણે પોતાની રોજગારી ગુમાવવા વાળા લોકો ને દર મહિને 15 હજાર રૂપિયા ભથ્થું આપવા નો સરકાર ને અનુરોધ કરવામાં આવ્યો.

Twitter पर बेरोजगारी हुआ ट्रेंड तो छलका कुमार विश्वास का दर्द, ऐसे याद किए अपने दिन… - kumar-vishwas-reacted-to-the-trend-of-unemployment -said-think-about-self-prsgnt  - ntnew 17 39 252829263yht8888

લોકડાઉન ને કારણે કરોડો લોકો ની રોજગારી પર અસર થયો અને ઘણા પરિવાર વિખેરાઈ ગયા છે. તેવા માં બાળકો નુ ભણતર તો દૂર, તે ભૂખ્યા સુવા માટે મજબૂર થયા છે. મહામારી ને કારણે લોકો માં માનસિક તણાવ અને હતાશા વધતા જઈ રહ્યા છે. તેવા માં લોકો આત્મહત્યા માટે પ્રેરાય છે.

સ્થિતિ એવી છે કે રોજગાર છીનવાઈ જવાને કારણે મોટી સંખ્યા માં લોકો એ પીએફ નિકાસ નો સહારો લીધો છે. એ જ કારણ છે કે શ્રમ મંત્રાલય ના તાજા આંકડા પ્રમાણે એપ્રિલ થી ઓગસ્ટ 2020 દરમ્યાન EPFO એ 94.41 લાખ પીએફ નિકાસ ના આવેદન મેળવ્યા છે. આ ચાર મહિના માં 35445 કરોડ ની રકમ પીએફ ધારકો એ ઉપાડી છે. જે એપ્રિલ-ઓગસ્ટ 2019 ના પ્રમાણે 32% વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here