બે વર્ષ સુધી મળી શકે છે લોનના EMI ન ચૂકકવાની છૂટ,જાણો વધુ

0

માર્ચ મહિના કોરોના સંકટ ને જોઈ ને રિજર્વ બૅન્ક ના નિર્દેશ પર બેન્કો એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેમાં કંપનીઓ અને વ્યક્તિગત લોકો ને લોન ના હપ્તાઓ ચૂકવવા માટે 6 મહિના ની છૂટ આપવામાં આવી હતી. તેની અવધિ 31 ઓગસ્ટ ના સમાપ્ત થઈ છે.

જો આપે ત્રણ મહિના હપ્તા ના ચૂકવવા નો વિકલ્પ પસંદ કર્યો હતો, તો તમારા લોન ની અવધિ ત્રણ મહિના વધી જશે અને આ ત્રણ મહિના દરમ્યાન લાગવા વાળુ વ્યાજ પણ તમારી પાસે વસૂલવામાં આવશે. આગળ ની EMI સાથે આ વ્યાજ જોડી દેવાશે. બૅન્કો ના નિયમો અને શરતો અલગ – અલગ પણ હોય શકે છે. પરંતુ ગ્રાહકો ને બે વિકલ્પ મળી શકે છે –

- Homeloan 1593441719705 1593441728764 300x169

વિકલ્પ 1 : વ્યાજ દર બાકીની રકમ માં જોડી દેવાશે, જેથી બાકી ના મહિના ની EMI વધી જશે.
વિકલ્પ 2 : ગ્રાહકો ની લોન નો સમય વધી શકે છે. તેવામાં તેના EMI માં કોઈ બદલાવ નહીં થાય. તે પ્રમાણે લોન નો જેટલો લાંબો સમય બચ્યો હશે , તેટલો ગ્રાહકો પર બોજ વધશે.

શું છે લોન મોરેટોરિયમ
આરબીઆઇ દ્વારા આપેલી લોન મોરેટોટીયમ ની સુવિધા પ્રમાણે ગ્રાહકો ને EMI ટાળવાનો વિકલ્પ મળ્યો. મતલબ તમે બઁક પાસે કોઈ પણ પ્રકાર ની લોન લીધી છે , તો આરબીઆઇ એ તમને જરૂરિયાત પ્રમાણે , 6 મહિના સુધી લોન ની EMI ના ચૂકવવા નો વિકલ્પ આપ્યો.

- loan1585625890537 300x249

ક્યારથી શરૂ થયો હતો મોરેટોરિયમ?

કેન્દ્રિય બઁક તરફ થી ગ્રાહકો ને 6 મહિના માટે માર્ચ થી ઓગસ્ટ માટે લોન નો ઇએમઆઇ ટાળવા માટે વિકલ્પ આપવામાં આવ્યો હતો.

તેને કેટલી વાર વધારાયો?
કોરોના વાયરસ ને ધ્યાનમાં રાખીને ગ્રાહકો ની સુવિધાઓ ને ધ્યાન માં રાખતા આરબીઆઇ એ પહેલા 1 માર્ચ 2020 થી લઈ ને 31 મેં 2020 સુધી ટર્મ લોન ના પેમેંટ પર ત્રણ મહિના ની અવધિ આપી હતી. પછી તેને બીજા ત્રણ મહિના ઍટલેકે ઓગસ્ટ 2020 સુધી વધારવામાં આવ્યો.

મોરેટોરિયમ આગળ નહીં વધારવાનો શું અર્થ છે?
6 ઓગસ્ટ 2020 ના થયેલી એમપીસી બેઠક માં લોન ની ઇએમઆઇ ટાળવા માટે અવધિ ના વધારાઈ. મતલબ 31 ઓગસ્ટ પછી મોરેટોરિયમ ની અવધિ ખત્મ થઈ જશે. જે ગ્રાહકોએ આ સુવિધા નો લાભ ઉઠાવ્યો હતો , તેણે સપ્ટેમ્બર થી ફરીથી પોતાની હોમ લોન , વિહિકલ લોન અને પર્સનલ લોન પર માર્ચ ની પહેલા ની જેમ હપ્તા ભરવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here