બિહારમાં પહેલા 31 જુલાઇ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પણ હાલ જ ફરી એક ન્યૂજ આવી છે કે બિહારમાં હવે 16 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. બિહાર સરકારે નિર્ણય લીધો છે કે લોકડાઉન હજુ 16 દિવસો સુધી લંબાવવા આવશે. બિહારમાં કોરોનાનો ગ્રાફ ખૂબ જ જડપી રીતે વધી રહ્યો છે. હાલ આવેલ કોરોના અપડેટ મુજબ બિહાર રાજ્યમાં 2328 લોકોને કોરોના પોજીટીવ મળ્યો છે. અને તેની સાથે જ કોરોના સંકર્મિતની સંખ્યા 45,919 થઈ ગઈ છે.
બિહારમાં વધી રહેલ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને નીતીશ કુમારની સરકારે 16 દિવસો સુધી લોકડાઉન વધાર્યું છે.
14 જુલાઇના દિવસે સરકારએ નિર્ણય લીધો હતો કે લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવશે, પણ એ 15 દિવસના લોકડાઉનમાં પણ કોરોનાનું સંક્રમણ અટકાવી નથી શકાયું. અને રોજ વધતાં કોરોનાના કેસને કારણે બિહાર સરકારે ફરી 16 દિવસનું લોકડાઉન બહાર પાડ્યું છે. બિહારમાં વધતાં જતાં કોરોના સંક્રમણની પાછળનું સૌથી મોટું કારણ છે લોકડાઉન સમયે પરત ફરેલ પ્રવાસી મજૂરો.
બિહારમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2328લોકો કોરોના પોજીટીવ મળ્યા છે. અને સાથે જ કોરોના વાઇરસને કારણે રાજ્યમાં 250 કેટલા લોકોતેનો જીવ ગુમાવી ચૂક્યા છે. અને આ વધતાં જતાં આંકડાને જોઈને લોકડાઉન વધારવામાં આવ્યું છે.
જો કે લોકડાઉનમાં આંશિક છૂટછાટ જે મળી હતી એ મળતી જ રેહશે. બિહાર સરકારે સોમવારે સ્વાસ્થ્ય વિભાગના પ્રધાન સચિવ ઉદય સિંહ કુમાવતની બદલી કરી દેવામાં આવી હતી. આ વાત પર વિપક્ષે નિશાનો સાધતાં ટ્વિટ કરતાં કહ્યું કે, ‘ધૂળ તો ચહેરા પર લાગી છે અને ક્યારના અરીસા બદલ્યા કરે છે.’ જો કે બિહાર એક એવું રાજ્ય છે જેને કોરોનાકાળ દરમિયાન ત્રીજા સ્વાસ્થ્ય વિભાગના પ્રધાનની બદલી કરવામાં આવી છે.