બિહારમાં અનલોક વિત્યા પછી ત્યાંની સરકારે ફરી લોકડાઉન લાગુ કર્યું છે, લોકડાઉન 6 સપ્ટેમ્બર સુધી લાગુ કરવામાં આવ્યું છે. અનલોકનો બિહારમાં રવિવારે છેલ્લો દિવસ હતો, રાજ્યમાં સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન લાગુ કરી દીધું છે. લોકડાઉનમાં પહેલા લાગુ પડેલ નિયમોમાં સરકારે કોઈ મોટો બદલાવ નથી કર્યો. સ્કૂલ કોલેજ સહિત તમામ શિક્ષણ સંસ્થાઓ રહશે બંધ.
થોડી છૂટછાટ સાથે લોકડાઉન
કંટેટમેંટ જોનમાં ખૂબ સખ્તી લાગુ રહશે. એ સિવાયના વિસ્તારોમાં વાહનવ્યવહારની છૂટ મળી છે. રાત્રે 10 થી સવારે 5 સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. શાળા અને ધર્મો સ્થળો જેવા મંદિરો એ બધુ બંધ રાખવાનો આદેશ છે.
50 ટકા લોકો સાથે ઓફિસ ખોલવાની છૂટ આપી છે. હોસ્પિટલ અને સ્વાસ્થ્ય સેવા રહશે ખૂલી, બેંક, એટીએમ, રેલ વે , હવાઈ સફર જેવી સેવાઓ પણ રહશે ચાલુ.
બિહારમાં ક્યારે ક્યારે લાગ્યું લોકડાઉન
– 23 માર્ચ થી 14 એપ્રિલ
– 15 એપ્રિલ થી 3 મે
– 4 મે થી 31 મે
– 16 જૂન થી 31 જુલાઇ
અને હવે 17 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર
એક જૂન થી 15 જુલાઇ સુધી અનલોક લાગુ રહ્યું અને પછી ફરી 1 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી અનલોક રહ્યું હતું.