તેલ ની કંપની દર મહીનાની શરૂઆતમાં LPG સિલિન્ડરના ભાવની સમિક્ષા કરતી હોય છે. દરેક રાજ્યમાં ટેક્સ અલગ અલગ હોય છે અને એ હિસાબે એલપીજીના ભાવમાં અંતરો આવે છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એ સબસિડી વગરના એલપીજી રસોઈ ડેસ સિલિન્ડરમાં આ મહિને એટ્લે કે સપ્ટેમ્બર મહિનાના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. પણ 19 કિલોવાળા સિલિન્ડરની કિમતમાં ફેરફાર કર્યો છે.
પ્રાપ્ત જાણકારીને અનુસાર 14.2 કિલો ગેસ સિલિન્ડરના ઓગસ્ટ માહિનામાં જે ભાવ હતા એટલે જ ભાવ સપ્ટેમ્બરમાં પણ રહશે. દિલ્લીમાં સબસીડી વિનાના ગેસ સિલિન્ડરની કિમત 594 રૂપિયા છે. કોલકતામાં ઇનો ભાવ 620 રૂપિયા છે ત્યાં જ મૂંબઈમાં 594 રૂપિયા અને ચેન્નઈમાં 610 રૂપિયા છે.
10 કિલોગ્રામ વાળા સિલિન્ડરની કિમત આ મહિને કપનીઓ એ ઓછી કરી છે. એક સિલિન્ડર ઉપર 2 થી 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સરકાર અત્યારે ગેસ સિલિન્ડર ઉપર સબસિડી આપી રહી છે. હાલ ની સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડર સબસિડી સાથે પ્રદાન કરે છે. જો ગ્રાહક આ સિવાયના સિલિન્ડર ખરીદવા ઈચ્છે તો તેને બહારથી બજાર ભાવે ખરીદવા પડે છે. આવા ગેસ સિલિન્ડરની કિંમત દર મહિને બદલાતી રહે છે.