ભણવાની અહેમિયત સમજતા આ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના એક ગામના 38 વર્ષ દરિબ એમજ અભણ વ્યક્તિએ તેના દીકરાના 10મા ની બોર્ડની પૂરક પરીક્ષા અપાવવા માટે 105 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્રમાં સાઇકલ ઉપર બેસાડીને લઈ ગયો હતો.
શોભારામ નામના આ વ્યક્તિએ તેના દીકરાની પરીક્ષા તારીખના એક દિવસ પહેલા થોડી ખવાપીવાની સામગ્રી સાથે લઈને સફર શરૂ કર્યું અને રાત્રે એક જગ્યા ઉપર વિશ્રામ કર્યું હતું. અને બીજે દિવસે સવારે શહેરમાં સ્થિત વિધયાલયમાં બનેલ પરીક્ષા કેન્દ્રએ પંહોચી અને દીકરાને પરીક્ષા આપવા માટે પંહોચાડી દીધો.
કોરોના મહામારીને કારણે પાછલા ઘણા મહિને બધી સેવાઓ બંધ હતી. અને આ વ્યક્તિની પાસે તેના દીકરાને પરીક્ષાકેન્દ્ર સુધી લઈ જવા માટે બીજું કોઈ સાધન નહતું અને પૈસાની તાણને કારણે એ કોઈ ટેક્સી કે બીજા કોઈ વાહનને ભાડા પર લઈ શકે તેવી તેની હાલત નહતી.
માધ્યમિક શિક્ષામંડળ દ્વારા 2020માં પરીક્ષામાં અનુતીર્ણ વિધ્યાર્થીઓ માટે ‘રૂક જાના નહીં’ નામની યોજના લાગુ પાડવામાં આવી છે અને આ યોજના અંતરગર્ત વિધ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાનો મોકો મળી રહ્યો હતો.
શોભરામે જણાવ્યુ કે તેના દીકરાનું એક વર્ષ એ બરબાદ કરવા નહતા માંગતા અને તેને જ કારણે તેઓ 105 કિલોમીટરનો રસ્તો પોતાની સાઇકલ દ્વારા નક્કી કરી અને પૂરક પરીક્ષાના કેન્દ્ર ઉપર પંહોચ્યા અને સમયસર તેના દીકરાએ પરીક્ષા આપી. એમની પાસે સાઇકલ સિવાય બીજા કોઈ સાધન એનથી અને કોઈ એમની મદદ પણ નહતા કરી રહ્યા. જેથી તેઓ જાતે જ સાઇકલ ચલાવીને તેના દીકરાને પરીક્ષા કેન્દ્ર સુધી પંહોચડ્યો.