આઠ મહિના પછી પાકિસ્તાનની સીમાથી લાપતા શહીદ જવાનનો શવ મળી આવ્યો, મૃતદેહ ઘરે લઈ આવવામાં આવશે

0

આઠ મહિના પહેલા ઉતરી કાશમિરમાં બરફમાં લપસીને લાપતા થયેલ ઉરતાખંડના શહીદ જવાન રાજેન્દ્રનો મૃતદેહ શનિવારના રોજ બારામુલા જીલ્લામાં સ્થિત ગુલમર્ગમાંથી મળી આવ્યો છે. જાણકારી અનુસાર, શહીદ જવાન રાજેન્દ્રનો પાર્થિવ શવ આજે તેના ઘર એટ્લે કે દેહરાદુન પંહોચી જાય એવી સંભાવના હતી પણ હવે કહેવામા આવે છે કે 18 ઓગસ્ટના રોજ આ મૃતદેહ દેહરાદુન પંહોચશે.

સેના તરફથી મળેલ જાણકારી અનુસાર જવાનનો મૃતદેહ કોવિડ ટેસ્ટ માટે જમ્મુ હોસ્પીટલમાં મોકલવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં બે દિવસ લાગી જશે.

જણાવી દઈએ કે દેહરાદુન નિવાસી શહીદ હવલદાર રાજેન્દ્ર સિંહ 8 જાન્યુઆરીના રોજ ગુલમર્ગમાં ફરજ બજાવતી વખતે તેનો ગુલમર્ગ ઉપરથી પગ લપસ્યો અને પાકિસ્તાન બોર્ડર તરફ લપસી ગયા હતા. ઘણી શોધખોળ પછી પણ તેમનો મૃતદેહ મળ્યો નહતો. જેના કારણે ગયા મહિને તેમણે મૃતક ઘોષિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -  ખેડૂત આંદોલન અંગે કૃષિ મંત્રી સાથે સીધી વાત: ખેડુતોનો પ્રશ્ન - કૃષિમાં લૂંટ થનારા કરાર કોણ બચાવશે?

જો કે ઘણી શોધખોળ પછી લાપતા જવાનની ખબર ન મળતા તેના ઘરે ચિઠ્ઠી મોકલી આપવામાં આવી હતી અને શહીદ ઘોષિત પણ કરી દેવામાં આવ્યા હતા પણ જવાનના પરિવાર એ માનવા માટે તૈયાર નહતા. એમનું કહેવું હતું કે હિમ્સ્ખ્લન ની ચપેટમાં આવીને તેઓ સીમાને પાર પાકિસ્તાન પણ ચાલ્યા ગયા હોય શકે. આ બાબતે શહીદ જવાનની પત્નીએ પ્રધાનમંત્રી , રક્ષા મંત્રી અને સેનાને પણ પત્ર લખ્યાં હતા.

જાણકારી અનુસાર કશ્મીરમાં આ દિવસોમાં તાપમાન વધવા લાગ્યું છે અને જેને કારણે બરફ પીગળવા લાગ્યો છે જેથી બરફમાં દબાયેલ શવ ઉપર આવી ગયો  અને જવાન રાજેન્દ્રનો શવ આઠ મહિના પછી મળ્યો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here