31 વર્ષ પહેલા મિલિંદને એક ફોટોશૂટના મળ્યા હતા અધધધધ રૂપિયા , એ પહેલા ગુજરાન ચલાવવા કરતાં હતા હોટલમાં કામ

0

બૉલીવુડ ના ફિટનેસ સ્ટાર કહેવાતા મિલિંદ સોમન તેને જબરદસ્ત ફિટનેસને લાઇનને હમેશા ન્યૂજમાં બન્યા રહે છે. એ ઘણી વખત તેના વર્કઆઉટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં મુક્તા રહે છે. હાલમાં જ મિલિંદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જે થોડી જ કલાકોમાં ખૂબ જ ચર્ચામાં આવી છે.

મિલિંદે પોતાના જૂના દિવસોને યાદ કરતાં એક ફોટો મૂક્યો હતો. જો કે એ ફોટાને કારણે નહીં પરંતુ તેની નીચે એને જૂના દિવસોને યાદ કરતાં એક વાક્ય પણ લોકો સમક્ષ શેર કર્યું હતું અને જેને કારણે એ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે.

- milind 300x158

આ ફોટો સાથે મિલિંદે નીચે લખ્યું છે કે, ‘વર્ષ 1989માં મારૂ પહેલું વિજ્ઞાપન. એ સમયમાં અમને થોડા કલાકોના ફોટોશૂટ માટે મને 50,000 રૂપિયાની ઓફર આવી હતી. અને હું અચંબામાં પડી ગયો હતો. મને લાગ્યું હતું કે એ લોકો બિલકુલ પાગલ છે. એ સમયે હું 23 વર્ષનો હતો અને એક હોટલમાં કામ કરતો હતો. અને હું એમ વિચારતો હતો કે માટે એક વેઇટર કે કૂક તરીકે મારા કરિયરની શરૂઆત કરવી જોઈએ. મને હજુ પણ ભરોસો છે કે મને એક હોટેલમાં કામ કરવામાં પણ મજા આવત. સાચે દુનિયા એક અદ્ભુત જગ્યા છે.’

- 1 288x300

એ પેહલા પણ મિલિંદે એના ઘણા ફોટ્સ શોષીયલ મીડિયામાં શેર કર્યા છે. થોડા સમય પહેલા મિલિંદે તેની એક સેમી ન્યુડ ફોટો શેર કરી હતી જેને સોશિયલ મિડયા પર ધૂમ મચાવી હતી. સાથે જ તેની આ ફોટોને કબીર સિંહની એક્ટ્રેસ ક્યારા અડવાણી સાથે સરખામણી કરવામાં આવી હતી. ક્યારા એ પણ થોડા સમય પેહલા આવો જ એક ફોટોશુટ કર્યો હતો અને એ ખૂબ જ વરાળ થયો હતો.

I feel lazy every day!' admits Milind Soman - Telegraph India  - 182e9e5e 96a9 4e35 a30a 7e2e06edaa9a

મિલિંદના ઘણા ફેંસ છે અને લોકો એને હમેશા બોલિવૂડનો સૌથી વધુ ફિટ એક્ટર તરીકે પ્રશાંશ કરે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here