દેશની મહિલા ખેડૂતો માટે મોદી સરકારે લીધા મોટા પગલાં, હવે કરશે આ મદદ

0
41

[apester-playlist channelToken=”5dab23d44fcaf935a051de84″]

દેશની કૃષિ (Agriculture) માં મહિલાઓનું મોટું યોગદાન છે. પરંતુ જ્યારે પણ ખેતી- ખેડૂતની વાત થાય ત્યારે આ વાત સામે નહોતી આવતી. માત્ર ખેડૂત ભાઇઓની વાત થતી હતી.

ખેડૂત બહેનોની વાત ક્યારેય પણ થતી ન હતી. મોદી સરકારે (Modi Government) કૃષિ સહકારિતા અને ખેડૂત કલ્યાણ વિભાગના (Department of Agriculture, Cooperation & Farmers Welfare) માધ્યમથી મહિલાઓ માટે અનેક પહેલ કરી છે. જેનું લક્ષ્‍ય મહિલાઓને કૃષિની મુખ્ય ધારામાં લાવવાનું છે. જેનાથી ખેડૂતોની આવક બમણી કરવામાં યોગદાન આપવા માટે તેમને સમર્થ બનાવી શકાય.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની અલગ-અલગ યોજનાઓ હેઠળ મહિલા ખેડૂતોને તાલીમ પુરી પાડવામાં આવી રહી છે.

કૃષિમાં મહિલાઓની ભાગીદારી 3.60 કરોડ

ભારત સરકાર મુજબ દેશમાં કૃષિ તરીકે મહિલાઓની ભાગીદારી 3.60 કરોડ છે એટલે કે 30.33 ટકા. જ્યારે મહિલા કૃષિ શ્રમિક તરીકે 6.15 કરોડ મહિલાઓ છે જે કુલ મજૂરોના 42.67 ટકા છે.

મહિલા ખેડૂતોની વધતી સંખ્યાને જોતા મહિલા ખેડૂત સશક્તિકરણ પરિયોજના (MKSP) શરૂ કરવામાં આવી હતી. તેના અવકાશમાં જુલાઇ સુધી 36 લાખ મહિલાઓ આવી ચૂકી હતી. તેના શરૂઆત કૃષિથી જોડાયેલી મહિલાઓની વર્તમાન સ્થિતિમાં સુધારો કરવા અને તેને સશક્ત બનાવવા માટે કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે સશક્તિકરણ આપવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here